શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 700ને પાર, 16નાં મોત
કોરોના વાયરસથી સંક્રમિત સંખ્યા સૌથી વધુ સંખ્યા હાલમાં કેરળમાં છે.
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 719 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેમાંથી 16 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 45 દર્દી રિકવર થઈ ગયા છે. કોરોના વાયરસથી સંક્રમિત સંખ્યા સૌથી વધુ સંખ્યા હાલમાં કેરળમાં છે, અહીં 137 દર્દી છે જ્યારે મહારાષ્ટ્રમાં 128 છે.
કર્ણાટકમાં 55, ગુજરાતમાં 44, યૂપીમાં 42, રાજસ્થાનમાં 43, તેલંગાનામાં 44, દિલ્હીમાં 36, પંજાબમાં 33, હરિયાણામાં 32, તમિલનાડુમાં 29, મધ્ય પ્રદેશમાં 20, લદ્દાખમાં 13 કોરોના વાયરસના સંક્રમિત દર્દી છે.
આરોગ્ય મંત્રાલયે આજના દેશભરના કોરોનાના આંકડાના આધારે કહ્યું કે, ભારતમાં સંક્રમણનો દર તુલનાત્મક રીતે સ્થિર છે. મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે, ભારતમાં હાલ કોરોના સંક્રમણ બીજા સ્ટેજમાં જ છે અને સામાજિક સંક્રમણથી જોડાયેલા ત્રીજા સ્ટેજમાં પહોંચવાના હાલ કોઈ ઠોસ પ્રમાણ સામે આવ્યા નથી.
દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 5 લાખને પાર પહોંચી ગઈ છે. જેમાંથી 22, 340 લોકોના મોત થયા છે અને 121, 227 દર્દીઓ ઠીક પણ થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion