શોધખોળ કરો

કેન્દ્રીય ગૃહ સચિવે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને શું કરી અપીલ ? પ્રવાસન સ્થળો પર એકઠી થતી ભીડને લઈ શું કહ્યું ?

કોરોનાની બીજી લહેર ધીમી પડતાં અને મામલા ઘટ્યા બાદ અનેક રાજ્યોએ લગાવેલા પ્રતિબંધોમાં હવે રાહત આપી છે. જે બાદ પર્યટન સ્થળો, મોલ તથા બજારો જેવા સ્થળોએ લોકોની ભીડ જોવા મળી રહી છે.

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ (Union Home Secretary Ajay Bhalla) બજારો તથા પર્યટન સ્થળો પર ઉમટી રહેલી ભીડને લઈ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને (Chief Secretaries and Administrators of State/UTs)સચેત કર્યા છે. તેમણે કહ્યું કે ભીડ પર નિયંત્રણ રાખવા જિલ્લા તથા સ્થાનિક અધિકારીઓ કડક નિર્દેશ જાહેર કરે, જેથી કોવિડ-19ને (Covid-19) ફેલાતો રોકી શકાય. ગઈકાલે જ પ્રધાનમંત્રી મોદીએ પ્રવાસન સ્થળો તથા બજારોમાં માસ્ક પહેર્યા વગર અને કોરોના પ્રોટોકોલના ઉલ્લંઘનને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. જે બાદ આ એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે.

એડવાઇઝરીમાં રાજ્ય સરકારોને કોવિડ-19 ગાઇડલાઇનનું યોગ્ય રીતે પાલન કરાવવાની સલાહ આપવામાં આવી છે. કોરોનાની બીજી લહેર ધીમી પડતાં અને મામલા ઘટ્યા બાદ અનેક રાજ્યોએ લગાવેલા પ્રતિબંધોમાં હવે રાહત આપી છે. જે બાદ પર્યટન સ્થળો, મોલ તથા બજારો જેવા સ્થળોએ લોકોની ભીડ જોવા મળી રહી છે. લોકો ન તો સોશિયલ ડિસ્ટન્સ રાખે છે કે ન તો કોરોના પ્રોટકોલનું પાલન કરી રહ્યા છે.

તો પ્રતિબંધ લગાવી દેવાશે

એડવાઇઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો કોવિડ સંબંધિત યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો આ જગ્યા પર ફરીથી પ્રતિબંધ લગાવી દેવાશે અને ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરાશે.  ઉપરાંત એમ પણ જણાવાયું છે કે કોવિડની બીજી લહેર હજુ ખતમ થઈ નથી.

દેશમાં શું છ કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 38,792 કેસ આવ્યા છે. જ્યારે 624 લોકોના મોત થયા હતા અને 41,000 દર્દી સાજા થયા હતા. દેશમાં કુલ રસીકરણનો આંકડો 38,76,97,935 પર પહોંચ્યો છે. જેમાંથી છેલ્લા 24 કલાકમાં 37,14,441 ડોઝ આપવામાં આવ્યા હતા.

  • કુલ કેસઃ 3,09,46,074
  • કુલ રિકવરીઃ 3,01,04,720
  • એક્ટિવ કેસઃ 4,29,946
  • કુલ મૃત્યુઆંકઃ 4,11,408
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો

શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ

Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 

બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 

ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ

Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો

Embed widget