CM Uddhav Thackeray speech highlights: CM ઉદ્ધવ ઠાકરે બોલ્યા- કોરોના વિકરાળ સ્વરૂપ લઈ રહ્યો છે, લોકડાઉનને લઈ કહી આ મોટી વાત
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કહેર વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કોરોના વાયરસ વિકરાળ સ્વરૂપ લઈ રહ્નયો છે. મુખ્યમંત્રીએ પોતાના શરુઆતના નિવેદનમાં કહ્યું લોકડાઉન લાગુ થશે કે નહી હું હાલ તેનો જવાબ નથી આપી રહ્યો. પરંતુ તેમણે કહ્યું કે કોરોનાની સ્થિતિ જો આવી જ રહેશે તો લોકડાઉન લાગુ કરવા પર વિચાર કરાશે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કહેર વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કોરોના વાયરસ વિકરાળ સ્વરૂપ લઈ રહ્નયો છે. મુખ્યમંત્રીએ પોતાના શરુઆતના નિવેદનમાં કહ્યું લોકડાઉન લાગુ થશે કે નહી હું હાલ તેનો જવાબ નથી આપી રહ્યો. પરંતુ તેમણે કહ્યું કે કોરોનાની સ્થિતિ જો આવી જ રહેશે તો લોકડાઉન લાગુ કરવા પર વિચાર કરાશે. મુખ્યમંત્રીએ કહ્યું કે આજે પૂર્ણ લોકડાઉનના સંકેત આપી રહ્યો છું. લોકડાઉન નથી લગાવી રહ્યો. બે દિવસમાં ચર્ચા કરી નિર્ણય લઈશ.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'થોડા દિવસો માટે કડક નિયમો લાગુ કરવા પડશે જેની જાણકારી આગામી દિવસોમાં દેવામાં આવશે. સ્થિતિ જો હાથમાંથી બહાર જતી રહી તો વિચાર કરવો પડશે. નોકરી મળી જશે, જીવ જશો તો પાછો નહી આવે. લોકડાઉનના અન્ય વિકલ્પ પણ શોધવા પડશે. કેસ આ રીતે વધતા રહેશો તો થોડા દિવસોમાં હોસ્પિટલ ભરાઈ જશે. તમામ રાજકીય લોકોને નિવેદન છે કે રાજકારણ ન કરે.'
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને કહ્યું ગભરાવવાની જરૂર નથી. એક સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે લોકડાઉન લાગી શકે છે. આ સંભાવનાને હાલ નકારી ન શકાય. તેમણે કહ્યું કે માર્ચ પહેલાથી ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોના વિકરાળ સ્વરૂપ લઈ રહ્યો છે.
ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધનમાં કહ્યું કે ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક અવશ્ય પહેરો. માસ્ક ન લગાવવામાં કોઇ બહાદુરી નથી. ખોટી ભીડ ન કરો. અનેક પાર્ટીઓ લોકડાઉનના નામે રાજકારણ કરી રહી છે. લોકોની મદદ કરવા બધી પાર્ટીઓ રસ્તા પર ઉતરે. જ્યાં ભીડ હશે ત્યાં કાર્યવાહી કરવી જ પડશે. આવતા કેટલાક દિવસોમાં સખત કાર્યવાહી કરવાની ફરજ પડશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે મને કોઈએ વિલન બનાવવાની કોશિશ કરી તો મને ચિંતા નથી, પરંતુ મને જે જવાબદારી આપવામાં આવી છે, તેનુ નિર્વહન કરીશ. તેમણે કહ્યું મહારાષ્ટ્ર એકમાત્ર રાજ્ય છે, જ્યાં ઝડપથી હોસ્પિટલ બનાવવામાં આવી. મુંબઈમાં જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં 300-400 કેસ આવતા. આજે 8000 થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે.
મહારાષ્ટ્રમાં કેટલાક સપ્તાહથી કોરોના વાયરસના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. ગુરુવારે રાજ્યમાં 43 હજાર 183 લોકો સંક્રમિત થયા હતા. જે એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
