શોધખોળ કરો
ઉત્તરાખંડ સરકારે કોરોના વાયરસને મહામારી જાહેર કરી, સ્કૂલ-કૉલેજ, થિયેટર્સ 31 માર્ચ સુધી બંધ
ઉત્તરાખંડમાં કોરોનાની આશંકાને પગેલ બે ટ્રેની આઈએફએસ સહિત 6 લોકોના સેમ્પલ શનિવારે તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધી 11 સંદિગ્ધ દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
નવી દિલ્હી: દુનિયાભરમાં દહેશત ફેલાનાર કોરોના વાયરસને ઉત્તરાખંડ સરકારે મહામારી જાહેર કરી છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શહેરી વિકાસ મંત્રી મદન કૌશિકે જણાવ્યું કે, સ્કૂલ અને આંગણવાડી કેન્દ્ર સહિત રાજ્યના તમામ કૉલેજ, સિનેમાઘર અને મલ્ટીપ્લેક્સ 31 માર્ચ સુધી બંધ રહેશે. પરંતુ મેડિકલ કૉલેજ ખુલ્લી રાખવામાં આવશે.
ઉત્તરાખંડમાં કોરોનાની આશંકાને પગેલ બે ટ્રેની આઈએફએસ સહિત 6 લોકોના સેમ્પલ શનિવારે તપાસ માટે હલ્દાની સ્થિત લેબમાં મોકલવામાં આવ્યા છે. આ જિલ્લામાંથી શનિવાર સુધી 20 સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધી 11 સંદિગ્ધ દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
રાજ્યમાં આઈસોલેશન વોર્ડ માટે 50 કરોડ રૂપિયાની મંજૂરી આપી દેવામાં આવી છે. સાથે શહેરી વિકાસ મંત્રીએ કહ્યું કે, જરૂર પડે તો ખાનગી ભવનોનો પણ હોસ્પિટલ તરીકે ઉપયોગ કરી શકાશે. બસોમાં સેનિટેશનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે. તેની સાથે રાજ્યભરમાં કોરોનાથી બચવા માટે સાવચેતી, સતર્કતા તથા જાગૃતતા પર જોર આપવામાં આવી રહ્યું છે.
ઉત્તરાખંડના મંત્રીએ કહ્યું કે મૉલ બંધ રાખવા અંગે હાલ કોઈ નિર્ણય લેવાયો નથી. કોઈ પણ પ્રકારના કાર્યક્રમ પહેલા સરકારની મંજૂરી લેવી પડશે. કોરોનાને ધ્યાનમાં લેતા નર્સિંગ સ્ટાફના ખાલી પદ માટે ભરતી કરાશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે અગાઉથીજ મોટા મોટા કાર્યક્રમ રદ કરી દીધાં છે. શાલાઓમાં 31 માર્ચ સુધી રજા જાહેર કરી દેવામાં આવી છે અને સચિવાલય સહિત સરકારી કાર્યાલયોમાં બાયોમેટ્રિક હાજરી પર પણ રોક લગાવી દીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement