શોધખોળ કરો
Advertisement
કોરોના સામે લડાઈ પર મોદી સરકારનું મંથન, 20 એપ્રિલ બાદ છૂટ અને રાજ્યોને પેકેજ આપવા પર થઈ ચર્ચા
રક્ષા મંત્રી રાજનાથ સિંહની આગેવાનીમાં ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠક યોજાઈ હતી. બેઠકમાં 20 એપ્રિલ બાદ છૂટ અને રાજ્યોને પેકેજ આપવા વિચારણા થઈ હતી.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ સામે લડવા દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે કોરોના સામે લડવા તથા અન્ય તૈયારીઓને લઈ સતત મંથન કરી રહી છે. આ સંદર્ભે રક્ષા મંત્રીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીઓની મીટિંગ યોજાઈ હતી.
રક્ષા મંત્રી રાજનાથ સિંહની આગેવાનીમાં ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠક યોજાઈ હતી. બેઠકમાં 20 એપ્રિલ બાદ છૂટ અને રાજ્યોને પેકેજ આપવા વિચારણા થઈ હતી. આ બેઠક રાજનાથ સિંહના નિવાસ સ્થાન પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ધર્મેન્દ્ર પ્રધાન, સ્મૃતિ પ્રધાન, નરેન્દ્ર સિંહ તોમર તથા અન્ય મંત્રીઓ સામેલ થયા હતા.
લોકડાઉન બાદ કેન્દ્રીય મંત્રીઓની પાંચમી બેઠક હતી. આ પહેલા સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધનની આગેવાનીમાં બેઠક થઈ ચુકી છે. આજે યોજાયેલી બેઠકમાં જરૂરિયાતમંદો સુધી રાશન પહોંચાડવાથી લઈ દેશમાં ઝડપથી કોરોના ટેસ્ટ કરાવા પર ચર્ચા થઈ હતી.
ભારતમાં જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યામાં દરરોજ વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાથી સંક્રમિતો 14,378 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યારે 480 લોકોના મોત થયા છે અને 1992 લોકો સાજા થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement