શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાની તપાસ માટે દિલ્હીમાં રેપિડ ‘એન્ટીજન ટેસ્ટ’શરૂ, 15 મિનિટમાં મળશે રિઝલ્ટ
માનવામાં આવી રહ્યું છે કે, આ તકનીકના ઉપયોગથી ટેસ્ટિંગની પ્રક્રિયામાં ઝડપી બનશે અને પોઝિટિવ કેસની જાણ જલ્દી થશે અને લોકોને તેના આધાર પર જલ્દી સારવાર મળી શકશે.
નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેની વચ્ચે આજતી રેપિડ એન્ટીજન ટેસ્ટની શરૂઆત કરી દીધી છે. તમામ જિલ્લાના તમામ કન્ટેનમેન્ટ ઝોનમાં SDM અને CDMOની દેખરેખમાં આ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. હાલમાં, ICMRએ આ ટેકનીકને માત્ર કન્ટેનમેન્ટ ઝોન, હોસ્પિટલ અને કોરન્ટીન સેન્ટર માટે મંજૂરી આપી છે.
આ ટેકનીકમાં ખાસ વાત એ છે કે, 15 મિનિટની અંદર ટેસ્ટિંગનું પરિણામ આવી જાય છે, જો કે હજુ કોવિડના ટેસ્ટનું પરિણામ આવતા લગભગ 24-48 કલાકનો સમય લાગે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ તકનીકના ઉપયોગથી ટેસ્ટિંગની પ્રક્રિયામાં ઝડપી બનશે અને પોઝિટિવ કેસની જાણ જલ્દી થશે અને લોકોને તેના આધાર પર જલ્દી સારવાર મળી શકશે.
આ ટેસ્ટમાં જો કોઈ વ્યક્તિ પોઝિટિવ આવે છે તો, તેને કોવિડ-19 પોઝિટિવ માનવામાં આવશે. જો રિપોર્ટ નેગેટિવ આવશે અને તેનામાં લક્ષણ હોય તો તેની પુષ્ટી RT-PCR ટેસ્ટથી કરવામાં આવશે. આ પહેલા કોરોના સંક્રમણની તપાસ માટે રેપિડ એન્ટીબોડી ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા પરંતુ રિઝલ્ટમાં આવી રહેલી ફરિયાદના કારણે રોક લગાવી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion