શોધખોળ કરો
Advertisement
કોરોના વિરૂદ્ધ ફાઇનલ ટ્રાયલમાં પહોંચી ઓક્સફોર્ડની વેક્સીન, વર્ષના અંત સુધીમાં આવવાની આશા
બ્રિટનમાં કોવિડ-19નું ક્લીનિકલ ટ્રાયલ તેના અંતિન તબક્કામાં પહોંચનારી ChAdOx1 nCov-19 રસીને 10260 લોકોને આપવામાં આવશે.
નવી દિલ્હીઃ બ્રિટેનમાં કોરોના વાયરસની વેક્સીનનું ક્લીનિકલ ટ્રાયલ અંતિમ તબક્કામાં છે. અંતિમ તબક્કાના પરિણામ આવ્યા બાદ સ્પષ્ટ થઈ જશે કે કોરોનાથી બચવા માટે માટે વેક્સીન કેટલી મદદગાર છે. ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની સાથે AstraZeneca Plc મળીને વેક્સીનનાં ટ્રાયલ પર કામ કરી રહી છે.
વિતેલા વર્ષે અંતિમ મહીનામાં વિશ્વએ એક નવી મહામારીનો સામનો કરવો પડ્યો. કોરોના વાયરસ મહામારીને કારણે વિશ્વમાં અત્યાર સુધીમાં અંદાજે 9 મિલિયન લોકોને ચેપ લાગ્યો છે. તેની કાયમી કોઈ દવા ન હોવાથી વિશ્વની સમે દવા શોધવાનો પડકાર છે. ત્યારે કોરોના વાયરસનો સામો કરી રહેલ વિશ્વને એક આશાનું કિરણ જોવા મળ્યું છે.
ક્લીનિકલ ટ્રાયલના અંતિમ તબક્કામાં કોવિડ-19 વેક્સીન
બ્રિટનમાં કોવિડ-19નું ક્લીનિકલ ટ્રાયલ તેના અંતિન તબક્કામાં પહોંચનારી ChAdOx1 nCov-19 રસીને 10260 લોકોને આપવામાં આવશે. જોકે, કોવિડ-19 માચે વેક્સીનનું પરીક્ષણ બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકામાં પણ થઈ રહ્યું છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ કોરોનાની વેક્સીન બનાવવા માટે ઓક્સફોર્ડ યૂનિવર્સિટી સાથે ભાગીદારી કરી છે. 100 બિલિયન ડોલરનું રોકાણ કરીને કંપનીએ ભારત અને અન્ય ગરીબ દેશો માટે 1 બિલિયન વેક્સીનનું ઉત્પાદન કરવાનો ટાર્ગેટ રાખ્યો છે.
વિશ્વભરના સંશોધકોની નજર
કોવિડ19ની સારવાર માટે બનેલ ChAdOx1 વાયરસથી બનેલી છે જે સામાન્ય શરદીના વાયરસનું નબળું રૂપ છે. સંશોધક વૃદ્ધો અને બાળકોને ChAdOx1 nCov-19 રસી આપીને કોઈ ચમત્કારની આશા રાખી રહ્યા છે. ઓક્સફોર્ડ વેક્સીન ગ્રુપના પ્રમુખ એન્ડ્રૂય પોલારે કહ્યું, ‘ક્લીનિકલ રીસર્ચ સારું ચાલી રહ્યું છે. અમે હવે આંકલન કરી રહ્યા છે કે વેક્સીન વૃદ્ધ દર્દીઓમાં પ્રતિકાર કેટલી ઝડપથી થઈ શકે છે. અમે એ વાતની પણ પરખ કરી રહ્યા છીએ કે મોટી જનસંખઅયાને વેક્સીન સુરક્ષા આપી શકે કે નહીં.’ કહેવાય છે કે, ટ્રાયલ સફળ થવા પર ઓક્સફોર્ડ વેક્સીન ગ્રુપ કોવિડ-19 વેક્સીનને આ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરી શકે છે. હાલમાં વિશ્વભરમાં 100 વેક્સીન અલગ અલગ ક્લીનિકલ ટ્રાયલના તબક્કામાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement