શોધખોળ કરો
Advertisement
પૂર્વી દિલ્હી નગર નિગમમાં AAP અને BJPના કોર્પોરેટરો વચ્ચે મારામારી
સોમવારે પૂર્વી દિલ્હી નગર નિગમમા સદનની બેઠકમાં કોર્પોરેટરો વચ્ચે જોરદાર મારામારી થઈ હતી.
નવી દિલ્હી: સોમવારે પૂર્વી દિલ્હી નગર નિગમમા સદનની બેઠકમાં કોર્પોરેટરો વચ્ચે જોરદાર મારામારી થઈ હતી. મામલો ત્યાં સુધી પહોંચી ગયો કે મહિલા કોર્પોરેટરોએ એકબીજા સાથે ચપ્પલની મારામારી કરી હતી. બપોરે 2.30 સદનની બેઠક બોલાવવામાં આવી હતી.
જાણકારી મુજબ સદનની બેઠકની શરૂઆતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ ખેડૂત આંદોલન દરમિયાન જે ખેડૂતોના મોત થયા તેમને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રસ્તાવ રાખ્યો. બેઠક દરમિયાન નેતા વિપક્ષ મનોજ ત્યાગીની તરફથી ખેડૂત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતો માટે શોક પ્રસ્તાવ રાખી રહ્યા હતા, જેનો સત્તા પક્ષના કોર્પોરેટરોએ વિરોધ કર્યો. બાદમાં બંને પક્ષ તરફથી હંગામો થયો હતો.
મીડિયા રિપોટ્સ મુજબ ભાજપ શાસિત ઉત્તરી નગર નિગમમાં કથિત રીતે 2500 કરોડ રૂપિયાની હેરાફેરીને લઈને AAP કોર્પોરેટર હોબાળો કરવા લાગ્યા હતા. આ દરમિયાન તેઓ ઓફિસમાં બેનર દેખાડી રહ્યાં હતા અને સૂત્રોચ્ચારો પણ કરી રહ્યાં હતા. તેમની માગ છે કે સમગ્ર કેસની CBI તપાસ કરાવવામાં આવે.
ભાજપના કોર્પોરેટર્સે દિલ્હી સરકાર પર નિગમના કર્મચારીઓને સેલેરી ન આપી હોવાનો આરોપ લગાવ્યો. તેઓએ જણાવ્યું કે દિલ્હી સરકાર નિગમ કર્મચારીઓની સેલેરીના પૈસા રિલીઝ નથી કરી રહ્યાં. ભાજપના કોર્પોરેટર્સે પણ દિલ્હી સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કર્યા. આ દરમિયાન બંને પક્ષ વચ્ચે મારામારી પણ થઈ હતી.
સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના 3 કોર્પોરેટર મનોજ કુમાર ત્યાગી, ગીતા રાવત અને મોહિની જીનવાલ તરફથી દિલ્હીના પટપડગંજ પોલીસ સ્ટેશનમાં ભાજપના કોર્પોરેટર બિહારી સિંહ, સંતોષ પાલ અને કન્હૈયા લાલ સામે ફરિયાદ આપવામાં આવી છે. ફરિયાદમાં ત્રણેય ભાજપ કોર્પોરેટરો પર મારપીટનો પ્રયાસ, ધક્કામૂક્કી અને ગાળો આપવાનો આરોપ લગાવતા ફરિયાદ નોંધવાની માંગ કરાઈ છે. જ્યારે ભાજપના કોર્પોરેટર અને નેતા સદન પ્રવેશ શર્મા તરફથી આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો મનોજ કુમાર ત્યાગી અને મોહિની જીનવાલ સામે પટપડગંજ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની માંગ કરાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement