શોધખોળ કરો
Advertisement
COVID-19:આંધ્રપ્રદેશમાં કોરોનાથી પ્રથમ મોત, તબલિગી જમાતમાં સામેલ થયેલા પુત્રના સંપર્કથી પિતા થયા હતા સંક્રમિત
ઉપ મુખ્યમંત્રી એ.એ કે શ્રીનિવાસે કહ્યું કે, સંક્રમિત 161માંથી 140 લોકો તબલીગી જમાતના કાર્યક્રમમાં સામેલ થયા હતા.
અમરાવતી: દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આંધ્રપ્રદેશના વિજયવાડામાં 55 વર્ષીય એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું હતું. જેની પુષ્ટી રાજ્ય સરકારે કેટલાક દિવસો બાદ શુક્રવારે કરી હતી. રાજ્યમાં કોરોના વાયરસથી આ પ્રથમ મોત છે. રાજ્યમાં અત્યાર સુધી 161 લોકો કોરોનાથી સંક્રમિત હોવાની પુષ્ટી થઈ છે. જેમાંથી ત્રણ લોકો સારવાર બાદ સાજા થઈ ગયા છે.
મૃતક પોતાના પુત્રના સંપર્કમાં આવ્યા બાદ સંક્રમિત થયો હતો. તેમનો પુત્ર 17 માર્ચે નવી દિલ્હીમાં તબ્લીગી જમાતના કાર્યક્રમમાં સામેલ થયો હતો અને તે સંક્રમિત હોવાની પુષ્ટી 31 માર્ચે થઈ હતી અને તેને દેખરેખમાં રાખવામાં આવ્યા હતો.
રાજ્યના નોડલ અધિકારી અરજા શ્રીકાંતે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, “આ વ્યક્તિ 30 માર્ચના રોજ સ્વારે સાડા અગિયાર વાગ્યે તપાસ માટે સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેની વચ્ચે સાડા બાર વાગ્યાની આસપાસ તેનું મોત થયું હતું. ” તેમણે જણાવ્યું કે મૃતકને હાઈ બ્લડ પ્રેશર , સુગર અને હ્રદયની બીમારી હતી.
શ્રીકાંતે જણાવ્યું કે, અમે 29 અન્ય લોકોની ઓળખ કરી છે જે મૃતકના પુત્રના સંપર્કમાં આવ્યા હતા અને તેમે પણ ક્વોરન્ટાઈન કરાયા છે. ઉપ મુખ્યમંત્રી (સ્વાસ્થ્ય) એ.એ કે શ્રીનિવાસે કહ્યું કે, સંક્રમિત 161માંથી 140 લોકો તબલીગી જમાતના કાર્યક્રમમાં સામેલ થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement