કોરોના વાયરસથી મગજના ચેપનું જોખમ વધી શકે છે, સંશોધનમાં ચોંકાવનારી વાત સામે આવી
Coronavirus Infect Brain: કોવિડ 19નો કહેર માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં વર્તાયો હતો. કોરોના જેવી ઘાતક બીમારીને કારણે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો.
![કોરોના વાયરસથી મગજના ચેપનું જોખમ વધી શકે છે, સંશોધનમાં ચોંકાવનારી વાત સામે આવી covid 19 brain infection risk research કોરોના વાયરસથી મગજના ચેપનું જોખમ વધી શકે છે, સંશોધનમાં ચોંકાવનારી વાત સામે આવી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/15/470cfd51644887cd608fb3adc769dbef1715787120674556_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Coronavirus Infect Brain: કોવિડ 19નો ડંખ ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વે અનુભવ્યો છે. કોરોનાને કારણે વિશ્વમાં લાખોની સંખ્યામાં લોકોનો જીવ ગયો છે. આવી મહામારી કદાચ પહેલાં કોઈએ જોઈ નહીં હોય. હાલમાં કોવિડનું જોખમ ટળી ગયું છે પરંતુ તેની અસર હજુ પણ જોવા મળી રહી છે. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે કોવિડ 19નો ખતરનાક વાયરસ મગજમાં ચેપ પેદા કરી શકે છે. SARS CoV 2 વાયરસ જે COVID 19 મહામારી માટે જવાબદાર છે તે વ્યક્તિના મગજને સંક્રમિત કરી શકે છે. ઉંદરો પર કરવામાં આવેલા સંશોધનમાં આ વાત સામે આવી છે. સંશોધકોએ જણાવ્યું કે વાયરસના સ્પાઇક પ્રોટીનમાં મ્યુટેશનને કારણે તે મગજની નસોમાં ફેલાઈને ચેપ પેદા કરી શકે છે.
નેચર માઇક્રોબાયોલોજી જર્નલમાં સામે આવેલા અભ્યાસમાં સ્પાઇક પ્રોટીનના એક ખાસ ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેને ફ્યુરિન ક્લીવેજ સાઇટ કહેવામાં આવે છે. તે સામાન્ય રીતે નસોની સપાટી પરના ACE2 રિસેપ્ટર સાથે જોડાઈને વાયરસને મગજમાં પ્રવેશ કરવાની તક આપે છે. જો કે આ સાઇટને દૂર કરવામાં આવે તો વાયરસને અન્ય માર્ગો શોધવા પડે છે. તે પાછલા રસ્તેથી કોશિકાઓ સુધી પહોંચે છે જે મગજમાં વધુ ઝડપથી ચેપ ફેલાવી શકે છે. કેટલાક કોવિડ દર્દીઓમાં ઘણી વખત ચક્કર આવવા, ભૂલવાની સમસ્યાઓ સહિતના આ પ્રકારના ન્યુરોલોજિકલ લક્ષણો જોવા મળે છે.
સંશોધકોએ ઉંદરો પર સંશોધન કર્યા બાદ આ સમસ્યાનો ખુલાસો કર્યો છે. સંશોધનમાં આ ઉંદરોને SARS CoV 2થી સંક્રમિત કર્યા બાદ વૈજ્ઞાનિકોએ ફેફસાં અને મગજ બંને પેશીઓમાંથી વાયરલ જીનોમનું વિશ્લેષણ કર્યું. આમાં સ્પષ્ટ થયું કે ફ્યુરિન ક્લીવેજ સાઇટ મ્યુટેશનવાળો વાયરસ મગજની નસોને અસર કરે છે.
આ સંશોધન લોકોના સ્વાસ્થ્ય સુરક્ષાને લઈને કરવામાં આવ્યું હતું. જોકે આ સંશોધન ઉંદરો પર કરવામાં આવ્યું હતું અને તે માનવ માટે પણ સાચું છે તે સાબિત કરવા માટે વધુ સંશોધન જરૂરી છે. વૈજ્ઞાનિકો હાલમાં એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે મ્યુટેશન પછી કોરોના વાયરસના મગજમાં પ્રવેશ કરવાની સંભાવના કેમ વધી જાય છે.
આ પણ વાંચોઃ
રોટલી કે ભાત શું ખાવાથી વજન વધારે વધે છે? વજન ઘટાડવા દરમિયાન શું ખાવું વધુ સારું રહેશે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)