શોધખોળ કરો

Corona Virus : દેશમાં કોરોના રોકેટ ગતિએ, ભારતને લઈ WHOની ચેતવણી

ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસોમાં 40 ટકાનો ઉછાળો

Corina Virus Cases in India : દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે જેને મોદી સરકારની ચિંતા વધારી છે. દેશમાં હવે કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 3000થી વધુ થઈ ગઈ છે, જે માત્ર 9 દિવસમાં બમણી થઈ ગઈ છે. જ્યારે કોવિડના દૈનિક કેસોમાં 40 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. સતત વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખી દેશના ઘણા રાજ્યોએ કેસોને નિયંત્રણમાં રાખવાની વ્યૂહરચના પર કામ કરવા માટે મહત્વપૂર્ણ બેઠકો યોજી છે. જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOએ પણ ભારતને લઈને મોટું એલર્ટ આપ્યું છે.

WHOનું કહેવું છે કે, 27 ફેબ્રુઆરીથી 26 માર્ચ સુધીમાં દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં ભારતમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. જ્યારે રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ સરકારે થોડા દિવસો સુધી આ અંગે ઘણી મહત્વપૂર્ણ બેઠકો કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તેઓ દિલ્હીમાં કોવિડ-19ના વધતા કેસ પર નજર રાખી રહ્યા છે અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.

હકારાત્મક નમૂનાઓની જીનોમ સિક્વન્સિંગ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ટેસ્ટમાં કોવિડ-પોઝિટિવ આવતા તમામ સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી રહી છે જેથી કરીને કોઈપણ નવા પ્રકારને ઓળખી શકાય. તેમણે કહ્યું હતું કે, દિલ્હીની તમામ સરકારી હોસ્પિટલોને કોવિડ દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ જાળવવા સૂચના આપવામાં આવી છે. જ્યારે સીએમ કેજરીવાલે પણ કહ્યું હતું કે, હાલ માસ્કને લઈને કેન્દ્ર તરફથી કોઈ નવી માર્ગદર્શિકા મળી નથી. કોઈપણ માર્ગદર્શિકા પ્રાપ્ત થતાં જ તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસે વધાર્યુ ટેંશન

મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, સોલાપુરમાં માર્ચમાં 20.05 ટકા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે સાંગલીમાં 17.47 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે સૌથી વધુ છે. અધિકારીઓએ કહ્યું છે કે, મુંબઈ, પુણે, થાણે, રાયગઢ, નાસિક અને સાંગલી જેવા જિલ્લાઓમાં દૈનિક કોવિડ કેસોની સંખ્યા સૌથી વધુ છે. જ્યારે રાજ્ય સરકારે લોકોને ભીડવાળી જગ્યાએ એકઠા થવાનું ટાળવાની અપીલ કરી છે. કોરોના ચેપના ફેલાવાને રોકવા માટે માસ્કનો ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

લોકોને ટેસ્ટ કરાવવા માટે અપીલ

કોરોનાના કેસમાં વધારો થયા બાદ કેરળમાં સરકારે પણ પોતાના ગિયર કડક કરી દીધા છે. રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે કહ્યું કે તેમણે તમામ જિલ્લાઓને નિર્દેશ આપ્યા છે કે, તેઓ તમામ કોવિડ-19 કેસની જાણ આરોગ્ય વિભાગને કરે. તેમણે કહ્યું હતું કે, ગંભીર રોગોથી પીડિત લોકો, વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ અને બાળકોએ ખૂબ કાળજી લેવી જોઈએ. લોકોએ માસ્ક પહેરવા જોઈએ. જો કોઈને કોવિડ-19ના લક્ષણો દેખાઈ રહ્યા હોય, તો તેમણે તરત જ તેમનો ટેસ્ટ કરાવવો જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ
241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Embed widget