ગુજરાતના આ પાડોશી રાજ્યમાં કોરોનાનો રાફડો ફટતા સ્કૂલો તાત્કાલિક ધોરણે બંધ કરાવાઇ, જાણો વિગતે
દેશમાં ફરી એકવાર કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણને પગલે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે.
Maharashtra Covid-19 Cases: દેશમાં ફરી એકવાર કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણને પગલે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં ધોરણ 1થી 8ની સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. કોરોના સંક્રમણ વધતાં ધોરણ 1થી 8ની સ્કૂલો 31 જાન્યુઆરી સુધી બંદ કરી દેવામાં આવી છે.
નોંધનીય છે કે, ગઈ કાલે પશ્ચિમ બંગાળમાં સ્કૂલ, કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. ગઈ કાલે મહારાષ્ટ્રમાં કોરોનાના 11,800 કેસો નોંધાયા હતા. જેમાંથી 8 હજાર કેસ તો ફક્ત મુંબઈના જ હતા.
મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાએ કેર વર્તાવવાનુ શરૂ કરી દીધુ છે. ગુજરાતના પાડોશી રાજ્યમાં સતત કોરોનાના કેસો વધતા સરકાર ડરી ગઇ છે અને કૉવિડ ગાઇડલાઇનુ કડક પાલન કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે. રવિવારે કોરોના અહીં આઉટ ઓફ કન્ટ્રૉલ થતો જોવા મળ્યો, અહીં એક દિવસમાં 11 હજાર 877 નવા કેસો સામે આવ્યા છે, જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસો છે. જોકે, અગાઉ એક દિવસમાં 2 હજાર 707થી વધુ કેસો સામે આવ્યા હતા. પરંતુ આ વખતે આ રેશિયો ખુબ મોટો છે.
કોરોનાની સાથે સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રૉનના કેસો પણ સતત વધી રહ્યાં છે. ઓનિક્રૉનના 50 કેસો સામે આવ્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે એક બૂલેટિન જાહેર કરીને કહ્યું કે, મહારાષ્ટ્રમાં 9 દર્દીઓના મોત થયા છે, આની સાથે જ કોરોનાથી મરનારાઓની સંખ્યા 1 લાખ 41 હજાર 542 પર પહોંચી ગઇ છે. મહારાષ્ટ્રમાં હવે 42 હજાર 24 દર્દીઓની સારવાર ચાલી રહી છે.મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 11 હજાર 877 કેસોમાંથી 7 હજાર 792 કેસો માત્ર મુંબઇમાંથી સામે આવ્યા છે. એટલે કે મુંબઇ હાલ ગંભીર સ્થિતમાં છે.
મુંબઇમાં કોરોનાનો કેર-
મુંબઇ મહાનગર પાલિકા અનુસાર, સંક્રણણના 8,063 નવા કેસો આવ્યા છે. મુંબઇ વિસ્તામાં સંક્રમણના 10,394 કેસો આવ્યા જે રાજ્યમાં સંક્રમણ કુલ કેસોમાં લગભગ 90 ટકા છે. બૃહદમુમ્બઇ મહાનગર પાલિકા (બીએમસી)ના આંકડા અનુસાર, શહેરમાં 27 ડિેસમ્બરે 809 કેસો આવ્યા હતા. જેનો અર્થ છે કે રવિવાર સુધી કેસોમાં લગભગ 10 ગણો વધારો થયો છે. શનિવારે મહારાષ્ટ્રમાં કૉવિડ-19ના 9,170 નવા કેસો આવ્યા હતા.