કોરોનાના નવા સ્ટ્રેઈન સામે RT-PCR ટેસ્ટ પણ નિષ્ફળ, લક્ષણો છતાં કેમ નથી પકડાતો કોરોના?
દેશભરમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. બીજી લહેરમાં કોરોનાનો નવો સ્ટ્રેઇન સામે આવ્યો છે. આ સ્ટ્રેઇન વિશે નવી-નવી ચોકાવારની માહિતી સામે આવે છે. નવો સ્ટ્રેઇનમાં કોરોના લક્ષણો હોવા છતાં પણ RT-PCR ટેસ્ટમાં કોરોના નથી ડિટેક્ટ થતો. શું છે કારણ જાણીએ.
કોરોનાની બીજી લહેર દેશ અને દુનિયા માટે ઘાતક સાબિત થઇ રહી છે. બીજી લહેરમાં કોરોનાનો નવો સ્ટ્રઇન વધુ ઝડપી સંક્રમણ ફેલાવાની સાથે તે સાયન્ટ કિલર પણ સાબિત થઇ રહ્યો છે. નવા સ્ટ્રેઇન વિશે એક ચોંકાવનારી વાત સામે આવી છે. આ નવા સ્ટ્રેઇનમાં કોરોનાના લક્ષણો હોવા છતાં પણ RT-PCR ટેસ્ટમાં કોરોના ડિટેક્ટ નથી થતો.
નવી દિલ્લીની સિટી હોસ્પિટલમાં એવા અનેક કેસ સામે આવ્યાં છે. આ કેસ ડોક્ટર માટે પડકારરૂપ સાબિત થયા છે. કોરોનાના બધા જ લક્ષણો હોવા છતાં પણ RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં એક નહીં પરંતુ બેથી ત્રણ વખત RT-PCR ટેસ્ટ કરવાવા છતાં પણ કોરોના ડિટેક્ટ ન થયાનું સામે આવ્યું છે.
દિલ્લી સિટી હોસ્પિટલના ડોક્ટર અશ્વિન ચૌધરીએ કહ્યું કે.“છેલ્લા થોડા દિવસમાં એવા કેસ સામે આવ્યાં છે. જેમાં તાવ, કફ, થકાવટ, સાંઘામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ સહિતના લક્ષણો જોવા મળતા હતા. આવા પેશન્ટનું સિટી સ્કેન કર્યાં બાદ પણ ફેફસામાં ઇન્ફેકશન જોવા મળ્યું હતું જો કે આવા તમામ કેસના RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યાં હતા. જો કે સીટી સ્કેનના રિપોર્ટ એવું દર્શાવે છે કે, આ દર્દી કોરોના સંક્રમિત છે.
શા માટે RT-PCR ટેસ્ટમાં નથી પકડાતો કોરોના?
આ મામલે ડોક્ટર પ્રતિભાએ કહ્યું કે, ઘણી વખત એવું શક્ય બને છે કે, RT-PCR ટેસ્ટ નેગેટિવ આવે તો પેશન્ટ પણ પોઝિટિવ હોય કારણ કે, RT-PCR ટેસ્ટમાં સ્વેબ ગળા અને નાકમાંથી લેવામાં આવે છે. આ સ્વેબમાં વાયરસ મોજૂદ ન હોવાથી ટેસ્ટ નેગેટિવ આવે છે પરંતુ વાયરસ ACE રીસેપ્ટર્સના પ્રોટીન સાથે મળીને સીધો ફેફસામાં ઉતરી જાય છે. આ કિસ્સામાં આરટી પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવે છે પરંતુ પેશન્ટ પોઝિટિવ હોય છે. આવા પેશન્ટ વધુ ખતરનાક સાબિત થાય છે કારણ તે તે પોતાની જાતને કોરોના નેગેટિવ સમજીને ફરતા રહે છે અને બીજાને પણ સંક્રમિત કરે છે. તેમજ તેમના ખુદની સારવારમાં પણ મોડું થઇ જતાં તેમના માટે કોરોના વાયરસ ઘાતક બની શકે છે.
RT PCRથી પણ ક્યો ટેસ્ટ વધુ વિશ્વનિય
જો તમામ કોવિડના લક્ષણો હોવા છતાં પણ કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવે તો આવા કેસમાં સીટી સ્કેનની સાથે એક અન્ય રિપોર્ટ પણ કરવામાં આવે છે. જેનાથી ફેફસા કેટલાક ટકા સંક્રમણ થયું છે જાણી શકાય છે. આ રિપોર્ટનું નામ છે, bronchoalveolar lavage (BAL), જેના દ્રારા કોરોનાને ડિટેક્ટ કરી શકાય છે.
નવા સ્ટ્રેઇના ક્યા લક્ષણો જોવા મળે છે?
તબીબના જણાવ્યાં મુજબ 15થી 20 ટકા પેશન્ટ એવા છે, જેમનામાં કોવિડના લક્ષણો છે પરંતુ તેમનો રિપોર્ટ નેગેટિવ આવે છે. કોરોનાના નવા સ્ટેઇનમાં કોરોનાના લક્ષણો પણ પહેલા કરતા બદલાયેલા જોવા મળી રહ્યાં છે. કોરોનાના નવા સ્ટેઇનમાં આંખ આવવી, ભારે શરદી જેવા લક્ષણો જોવા મળે છે. જે કોરોનાની પહેલી લહેરમાં જોવા ન હતા મળતાં.