શોધખોળ કરો
Advertisement
યુપીમાં કોરોનાની રસી લીધાના બીજા દિવસે વોર્ડ બોયનું મોત, જાણો પરિવારે શું કર્યો આક્ષેપ ?
પરિવારના આરોપ મુજબ, રસી લગાવતાં પહેલાં તેની મેડિકલ તપાસ પણ કરવામાં આવી નહોતી.
મુરાદાબાદઃ ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં વેક્સિનને લઈ મોટો વિવાદ થઈ ગયો છે. 46 વર્ષીય સ્વાસ્થ્ય કર્મીનું મોત થયું હતું. જિલ્લા હોસ્પિટલમાં વોર્ડ બોય મહિપાલ સિંહે 16 જાન્યુઆરીએ કોરોનાની રસી લીધી હતી. પરિવારનો આરોપ છે કે, રસી લીધા બાદ તેની તબિયત બગડી હતી. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લાવવામાં આવ્યો પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોતો.
પરિવારના આરોપ મુજબ, રસી લગાવતાં પહેલાં તેની મેડિકલ તપાસ પણ કરવામાં આવી નહોતી. મુરાદાબાદના ચીફ મેડિકલ ઓફિસર એસસી ગર્ગના કહેવા મુજબ, મહિપાલને માથામાં દુખાવો તથા શ્વાસ લેવામાં પરેશાની થતી હતી, જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
એબીપી ન્યૂઝ સાથે વાત કરતાં મહિપાલ સિંહના પુત્રએ કહ્યું, જે થયું તે વેક્સિનના કારણે થયું છે. રસી આપતાં પહેલા કોઇ મેડિકલ તપાસ કરવામાં આવી નહોતી. મુરાદાબાજદમાં રસીકરણ માટે 6 કેન્દ્રો બનાવાયા છે. કોરોના રસીકરણની શરૂઆતના દિવસે અહીંયા 100-100 સ્વાસ્થ્યકર્મીને રસી આપવામાં આવી હતી.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં અત્યાર સુધી કુલ 2,24,301 લોકોને વેક્સિન અપાઈ છે. બે દિવસમાં ભારત દુનિયાના કોઈ પણ દેશની તુલનામાં સૌથી વધુ વેક્સિન આપનારો દેશ બની ગયો છે. છેલ્લા 24 કલાકમાં ફક્ત 447 લોકોમાં જ સામાન્ય આડઅસરો જોવા મળી છે. પહેલા તબક્કામાં 3 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને અને બીજા તબક્કામાં વૃદ્ધો અને ગંભીર બિમારીઓનો સામનો કરતા 27 કરોડને વેક્સિન અપાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
અમદાવાદ
ક્રિકેટ
Advertisement