COVID 19 Vaccine Registration: 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજીસ્ટ્રેશન શરું, વેબસાઈટમાં ખામી સર્જાવાને લઈને આરોગ્ય સેતુએ શું કહ્યું ?
સરકારે વેક્સીન લગાવવા ઈચ્છુક 18થી 45 વર્ષથી વધુના લોકો માટે કોવિન વેબ પોર્ટ પર રજીસ્ટ્રેશન કરવાનું એને વેક્સિનેશન માટે એપોઇન્ટમેન્ટ લેવાનું ફરજીયાત કર્યું છે અને કહ્યું છે કે વેક્સીન કાર્યક્રમની શરૂઆતમાં અફરાતફરીથી બચવા માટે વેક્સિનેશન કેંદ્રો પર રજીસ્ટ્રેશન કરવામાં નહી આવે.
![COVID 19 Vaccine Registration: 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજીસ્ટ્રેશન શરું, વેબસાઈટમાં ખામી સર્જાવાને લઈને આરોગ્ય સેતુએ શું કહ્યું ? covid 19 vaccine registration cowin aarogya setu and umang app open for registration COVID 19 Vaccine Registration: 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજીસ્ટ્રેશન શરું, વેબસાઈટમાં ખામી સર્જાવાને લઈને આરોગ્ય સેતુએ શું કહ્યું ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/28/e1adb48deaadb0bb092388d8538acf1e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કહેર વચ્ચે દેશમાં 18 અને એનાથી વધુ ઉંમરના લોકોનું વેક્સિનેશન 1 મેથી શરૂ થવાનું છે. એના માટેનું રજિસ્ટ્રેશન કોવિન (http://cowin.gov.in),આરોગ્ય સેતુ અને ઉમંગ પર શરુ થઈ ગયું છે. રજિસ્ટ્રેશ આ 28 એપ્રિલથી સાંજે 4 વાગ્યાથી શરૂ થયું હતું. પરંતુ 4 વાગતાં જ કોવિન પોર્ટલ પર હેવી ટ્રાફિકના કારણે વેબસાઈટ ડાઉન થઈ ગઈ હતી અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વેબસાઈટ અને એપમાં મુશ્કેલીની ફરિયાદ બાદ આરોગ્ય સેતુએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, કોવિન પોર્ટલ હવે કામ કરી રહ્યું છે. સાંજે ચાર વાગ્યે સામાન્ય ખામી સર્જાઈ હતી. 18 વર્ષથી વધુ ઉંમરના લોકો રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
સરકારે વેક્સીન લગાવવા ઈચ્છુક 18થી 45 વર્ષથી વધુના લોકો માટે કોવિન વેબ પોર્ટ પર રજીસ્ટ્રેશન કરવાનું એને વેક્સિનેશન માટે એપોઇન્ટમેન્ટ લેવાનું ફરજીયાત કર્યું છે અને કહ્યું છે કે વેક્સીન કાર્યક્રમની શરૂઆતમાં અફરાતફરીથી બચવા માટે વેક્સિનેશન કેંદ્રો પર રજીસ્ટ્રેશન કરવામાં નહી આવે. જો કે 45 વર્ષથી વધુના લોકો વેક્સિનેશ કેંદ્ર પર રજીસ્ટ્રેશન કરાવીને રસી લઈ શકે છે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજ પ્રથમ તબક્કાની માફક જ રહેશે.
આરોગ્ય સેતુ એપ પર કેવી રીતે કરવું રજિસ્ટ્રેશન?
આરોગ્ય સેતુ એપ પર તમને Cowin નું ડેશબોર્ડ દેખાશે. ત્યાં ક્લિક કર્યા બાદ તમારે લોગઈન/રજિસ્ટર પર ટેપ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે તમારા 10 અંકના મોબાઈલ નંબરને નાખવાનો રહેશે. તમારા નંબર પર OTP આવે તેને એન્ટર કરવાથી તમારો મોબાઈલ નંબર વેરિફાય થશે. ત્યારબાદ તમારે તમારું નામ, જન્મતિથિ, જેન્ડર જેવી બેઝિક ડિટેલ્સ ભરવાની રહેશે. ત્યારબાદ તમને એક પેજ દેખાશે જેના પર તમે વધુમાં વધુ 4 અન્ય લાભાર્થીઓને તે મોબાઈલ નંબરથી જોડી શકો છો. ત્યારબાદ જેવો તમે તમારો પિનકોડ નાખશો કે તમારી સામે વેક્સિનેશન સેન્ટરોની યાદી ઓપન થશે. તેમાંથી તમે તમારું મનગમતું સેન્ટર પસંદ કરો. તમને રસીકરણ ડેટ અને ટાઈમિંગની જાણકારી મળી જશે.
કોવિન પોર્ટલ પર કેવી રીતે કરવું રજિસ્ટ્રેશન?
કોવિન પોર્ટલ (www.cowin.gov.in) પર જાઓ. ત્યારબાદ તમારો 10 આંકડાવાળો મોબાઈલ નંબર નાખીને ઓટીપી દ્વારા વેરિફાય કરો. ઓટીપી સબમિટ કરતા જ નવું પેજ ખુલશે જ્યાં તમારે તમારી પ્રાથમિક જાણકારી જેમ કે નામ, જન્મતિથિ,વગેરે ભરવાની રહેશે. ત્યારબાદ તમારી નજીકનું કોવિડ રસીકરણ સેન્ટર પસંદ કરો. સેન્ટર પસંદ કર્યા બાદ ટાઈમિંગ સ્લોટ પસંદ કરો. બધી વિગતો ચકાસીને કન્ફર્મ કરો. તમારું સફળતાથી રજિસ્ટ્રેશન પૂરું થશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)