શું કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા બાદ સંક્રમણનું જોખમ સંપૂર્ણ ટળી જાય છે? જાણો રસી પર રિસર્ચ કરનારનો મત શું છે?
COVID-19 Vaccine Second Dose:હાલ દુનિયાભરમાં કોરોના સામે લડવા માટે વેક્સિનેશન ચાલી રહ્યું છે. જો કે આ વેક્સિનને લઇને અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે. શું વેક્સિનના બંને ડોઝ લીધા બાદ સંક્રમણ બિલકુલ નથી લાગતું? જાણીએ આ મુદ્દે નિષ્ણાતોનો શું મત છે.
શું કોરોના વેક્સિન (Corona Vacine)ના બંને ડોઝ લીધા બાદ કોરોના સંક્રમણનો ખતરો ટળી જાય છે? શંસોધન કરતા નિષ્ણાતના મત મુજબ વેક્સિન ( Vaccine)ના બંને ડોઝ લીધા બાદ કોરોનાનું સંપૂર્ણ જોખમ ઘટી જતું નથી પરંતુ હા, સંક્રમિત થવાની શક્યતાઓ ઓછી જરૂર થઇ જાય છે. જો કે શક્યયા ઝીરો નથી થઇ જતી.
23 માર્ચે ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીનમાં ઓનલાઇન પ્રકાશિત ચિઠ્ઠીના મુજબ રિસર્ચ કરનાર એક ગ્રૂપે કહ્યું કે, કોરોના વાયરસનું સંક્રમણ વેક્સિન લગાવેલા લોકોમાં બહુ જ ઓછું જોવા મળ્યું છે. આ કારણે જ વેકિસનનેશન બાદ પણ માસ્ક અને સામાજિક અંતર જાળવવું જરૂરી છે.
કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા બાદ શું મળી જાય છે સંપૂણ સુરક્ષા?
કોલિફોર્નિયા યૂનિવર્સિટીના શંસોધકોએ 36,659 સ્વાસ્થ્યકર્મીમાં કોવિડ-19ના સંક્રમણ દરનું મુલ્યાંકન કર્યું. તેમણે મોર્ડના અને ફાઇઝરબાયોએનટેકની વેક્સનનો પહેલો ડોઝ 16 ડિસેમ્બર, 2020થી 9 ફેબ્રુઆરી 2021ની વચ્ચે લગાવવામાં આવ્યો. આ સંપૂર્ણ અવધિમાં 28,184 (77%) સ્વાસ્થ્યકર્મીઓએ વેકિસનનો બીજો ડોઝ લીધો. સંજોગાવસાત આ સમયે સૈન ડીઅગો અને લોસ એજલ્સમાં કોવિડ-19 સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યાં હતા.
સૈન ડિઅગો અને લોસ એન્જલસના કેમ્પસમાં ચાલી રહેલા વેક્સિનેશનના એક દિવસ કે થોડા દિવસ બાદ વેક્સિન લીધેલા 36,659 સ્વાસ્થ્યકર્મીમાંથી 376 સ્વાસ્થ્ય કર્મી એટલે કે (1.0%) લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.તેમાંથી 71 ટકા લોકો પહેલા ડોઝ લીધાના 2 સપ્તાહમાં સંક્રિત થયા હતા. કોવિડ-19 વેક્સિનના બંને ડોઝ લીધેલા 28,184 સ્વાસ્થ્યકર્મીમાંથી માત્ર 37 એટલે કે (0,1%) લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ 37 પોઝિટિવ કોરોના સંક્રમિતો વેકિસન લીધાના સાત દિવસ બાદ સંક્રમિત થયા હતા.