‘દેશમાં કોરોનાની ત્રીજી લહેરની પીક સમયે આવશે દરરોજના લગભગ ચાર લાખ કેસ’
કોરોનાની ત્રીજી લહેર લઈને IIT નાં પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલે તાજેતરમાં કરેલા રિસર્ચનાં પરિણામ જાહેર કર્યાં છે
નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોના અને ઓમિક્રોનનાં કેસોનો ગ્રાફ વધી રહ્યો છે. ત્યારે આજ રોજ દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાનાં 2 લાખ 82 હજાર 970 નવા કેસ નોંધાયા છે અને 441 લોકોનાં મોત નિપજ્યાં છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ હવે 15.13% થયો છે. જ્યારે અત્યાર સુધીમાં દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટનાં કુલ 8,961 કેસ નોંધાયા છે.
દેશમાં કોરોનાની ત્રીજી લહેરને લઈ IITના પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલે તાજેતરના અભ્યાસનાં પરિણામ જાહેર કર્યાં છે. આ અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, 23 જાન્યુઆરી સુધીમાં દેશમાં પીક આવી શકે છે અને રોજનાં લગભગ ચાર લાખ કેસો આવી શકે છે. જો કે સંક્રમણનો માર્ગ હવે પહેલાં કરતાં ઘણો બદલાઇ ગયો છે. આ જ કારણથી પીકના સમયે પ્રત્યેક દિવસે 4 લાખ કેસ આવે તેવી શક્યતા નથી.
કોરોનાની ત્રીજી લહેર લઈને IIT નાં પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલે તાજેતરમાં કરેલા રિસર્ચનાં પરિણામ જાહેર કર્યાં છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ત્રીજી લહેર દરમિયાન રોજનાં 4 લાખથી વધુ કેસ આવવાની શક્યતા નથી. ગુજરાતમાં આજે કોરોનાનાં પીકનો છેલ્લો દિવસ છે. સ્ટડીમાં તેમનાં તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે, દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં પીક આવી ગઈ છે. સમગ્ર દેશની વાત કરીએ તો દેશમાં 23 જાન્યુઆરીએ પીક આવી શકે છે. સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે 11 જાન્યુઆરી સુધીના આંકડાઓ પરથી એ સંકેત મળે છે કે 23 જાન્યુઆરી સુધીમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર પીક આવી શકે છે અને લગભગ 7.2 લાખ કેસ રોજ મળી શકે છે.
Budget 2022: પગારદાર વર્ગને બજેટમાં નાણામંત્રી પાસેથી આ અપેક્ષાઓ છે, 80Cમાં કર મુક્તિ વધવાની આશા
બજારમાંથી બનાવેલ સ્માર્ટ આધાર કાર્ડ માન્ય નહીં રહે, જાણો UIDAI એ શું કહ્યું.....
માત્ર ધુમ્રપાનના કારણે વીમા કંપની કેન્સરનો દાવો નકારી શકે નહીં, જાણો કોણે આપ્યો ચુકાદો