કોવિશીલ્ડ વેક્સિનને UKએ આખરે આપી માન્યતા, જાણો શું છે નવી ટ્રાવેલ ગાઇડલાઈન
વેક્સિન પોલિસીને લઇને UKએ આખરે ફેરફાર કર્યો છે. UKએ હવે ભારતમાં બનેલી કોવિશીલ્ડને સ્વીકૃત વેક્સિન માની લીધી છે. તેના સંદર્ભે એક નવી ગાઇડલાઇન જાહેર કરી છે.
![કોવિશીલ્ડ વેક્સિનને UKએ આખરે આપી માન્યતા, જાણો શું છે નવી ટ્રાવેલ ગાઇડલાઈન Covishield qualify as approved vaccine in uk new travel guidelines કોવિશીલ્ડ વેક્સિનને UKએ આખરે આપી માન્યતા, જાણો શું છે નવી ટ્રાવેલ ગાઇડલાઈન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/22/0c536c11eae6ccd19c833acd62b789ba_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Covishield qualify:વેક્સિન પોલિસીને લઇને UKએ આખરે ફેરફાર કર્યો છે. UKએ હવે ભારતમાં બનેલી કોવિશીલ્ડને સ્વીકૃત વેક્સિન માની લીધી છે. તેના સંદર્ભે એક નવી ગાઇડલાઇન જાહેર કરી છે.
ભારતના દબાણ બાદ આખરે UKએ ભારતમાં બનેલી કોવિશીલ્ડ વેક્સિનને માન્યતા આપી છે. UKએ વેક્સિન પોલિસીમાં ફેરફાર કર્યો છે.નવી ટ્રાવેલ ગાઇડ લાઇન જાહેર કરી છે પરંતુ તેમાં કોઇ વધુ ફેરફાર નથી જોવા મળ્યો.
UK સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, જો કોઇ ભારતીયે કોવિશીલ્ડ વેક્સિનના બંને ડોઝ લીધા હશે તો આપ UKમાં પ્રવેશ કરી શકો છો પરંતુ ક્વોરોન્ટાઇન તો રહેવું જ પડશે, જો કે આ મામલે પણ ભારતે UK સામે સવાલ ઉઠાવ્યો છે કે વેક્સિનેટ લોકો માટે ક્વોરોન્ટાઇનો નિયમ કેમ છે? આ મુદ્દે UKએ જવાબ આપતા કહ્યું છે કે, હજું સર્ટીફિકેશનનો મામલો અટકેલો છે તેથી ક્વોરોન્ટાઇનનો નિયમ યથાવત જ રહેશે.
UKની અપડેટ થયેલી ટ્રાવેલ એડવાઇઝરી 4 ઓક્ટોબરથી લાગૂ થશે. જોકે તેમાં કોવિશીલ્ડને માન્યતા ન ન હતી અપાઇ. જેના કારણે વિવાદ સર્જાયો હતો. હવે UKએ નવી ટ્રાવેલ એડવાઇઝરીમાં કોવિશીલ્ડનું નામ ઉમેરી દીધું છે. ઉલ્લેખનિય છે કે, ચાર લિસ્ટેડ વેક્સિનના ફોર્મૂલેશન જેમાં એસ્ટ્રેજેનેકા કોવિશીલ્ડ, એસ્ટ્રેજેનેકા વૈક્સજેવરિયા,મોર્ડનાને વેક્સિનના રૂપે અપ્રૂવલ આપવામાં આવી છે.
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
કુલ કેસઃ 3 કરોડ 35 લાખ 31 હજાર 498
કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 27 લાખ 83 હજાર 741
કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 01 હજાર 989
કુલ મોતઃ 4 લાખ 45 હજાર 768
દેશમાં કેટલા લોકોને અપાઈ રસી
કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 82,65,15,754 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)