![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Cracker Ban in Delhi: દિલ્હી સરકારે ફટાકડા પર લીધો મોટો નિર્ણય, ગોપાલ રાયે આપી આ મહત્વપૂર્ણ માહિતી
આ પહેલા મંગળવારે દિલ્હી સરકારે વિન્ટર એક્શન પ્લાન પર બેઠક કરી હતી. આ અંગે ગોપાલ રાયે કહ્યું હતું કે વિન્ટર એક્શન પ્લાનને લઈને તમામ સંબંધિત વિભાગો સાથે બેઠક યોજાઈ હતી.
![Cracker Ban in Delhi: દિલ્હી સરકારે ફટાકડા પર લીધો મોટો નિર્ણય, ગોપાલ રાયે આપી આ મહત્વપૂર્ણ માહિતી Cracker Ban in Delhi: Delhi government took a big decision on firecrackers, Gopal Rai gave this important information Cracker Ban in Delhi: દિલ્હી સરકારે ફટાકડા પર લીધો મોટો નિર્ણય, ગોપાલ રાયે આપી આ મહત્વપૂર્ણ માહિતી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/15/90e42eebe6c73b9c9a4f7e0a6e58fd11_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Cracker Ban in Delhi: દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં ફટાકડા પર મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આ અંગે માહિતી આપી છે. એક ટ્વીટમાં રાયે કહ્યું- દિલ્હીમાં પ્રદૂષણના ભયથી લોકોને બચાવવા માટે ગત વર્ષની જેમ આ વખતે પણ તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે, જેથી લોકોની સુરક્ષા થાય. જીવન બચાવી શકાય છે.
તેમણે કહ્યું- આ વખતે દિલ્હીમાં ફટાકડાના ઓનલાઈન વેચાણ / ડિલિવરી પર પણ પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધ 1 જાન્યુઆરી, 2023 સુધી અમલમાં રહેશે. પ્રતિબંધનો કડક અમલ કરવા માટે દિલ્હી પોલીસ, DPCC અને મહેસૂલ વિભાગ સાથે મળીને એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે.
આ પહેલા મંગળવારે દિલ્હી સરકારે વિન્ટર એક્શન પ્લાન પર બેઠક કરી હતી. આ અંગે ગોપાલ રાયે કહ્યું હતું કે વિન્ટર એક્શન પ્લાનને લઈને તમામ સંબંધિત વિભાગો સાથે બેઠક યોજાઈ હતી. સરકાર દ્વારા તૈયાર કરાયેલા 15 ફોકસ પોઈન્ટ પર વિગતવાર યોજનાઓ તૈયાર કરવાનું કામ લગભગ 30 વિભાગોને આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે 15 સપ્ટેમ્બર સુધીમાં તમામ વિભાગોના અહેવાલો લઈને પર્યાવરણ વિભાગને વિન્ટર એક્શન પ્લાન તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી.
दिल्ली में लोगों को प्रदूषण के खतरे से बचाने के लिए पिछले साल की तरह ही इस बार भी सभी तरह के पटाखों के उत्पादन, भंडारण, बिक्री और उपयोग पर पूरी तरह प्रतिबंध लगाया जा रहा है, तांकि लोगों की जिंदगी बचाई जा सके।
— Gopal Rai (@AapKaGopalRai) September 7, 2022
આ યોજના બનાવી
પરાળ સળગાવવાથી થતા પ્રદૂષણની સમસ્યા માટે વિકાસ અને મહેસૂલ વિભાગને નોડલ એજન્સી બનાવવામાં આવી છે. આ ઉપરાંત, PWD, MCD, DCB, NDMC, DDA, CPWD, I&FC, DSIIDC, દિલ્હી જલ બોર્ડ, દિલ્હી મેટ્રો અને મહેસૂલ વિભાગને ધૂળના પ્રદૂષણ માટે નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
દિલ્હી ટ્રાફિક પોલીસ, ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ, DIMTS, DTC, દિલ્હી મેટ્રો અને GADને વાહનોના પ્રદૂષણ માટે નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બીજી તરફ, MCD, NDMC, DCB, વિકાસ વિભાગ, I&FC, દિલ્હી ફાયર સર્વિસ, DDA અને મહેસૂલ વિભાગને ખુલ્લામાં કચરો બાળવા માટે નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)