શોધખોળ કરો
Advertisement
દિલ્લી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ત્રણ દેશોના 536 જમાતીઓ વિરુદ્ધ દાખલ કરી ચાર્જશીટ
ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધી 35 દેશોના કુલ 910 જમાતીઓ વિરુદ્ધ 47 ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે. આ તમામ પર વીઝા નિયમોનના ઉલ્લંઘનનો આરોપ છે.
નવી દિલ્લી: દિલ્લી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ગુરુવારે 536 વિદેશી જમાતીઓ વિરુદ્ધ સાકેત કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ તમામ જમાતીઓ ઈન્ડોનેશિયા, મલેશિયા અને કિર્ગિઝસ્તાન દેશના નાગરિક છે. ક્રાઈમ બ્રાન્ચે આ તમામ આરોપીઓ વિરુદ્ધ 12 હજાર પાનાની 12 ચાર્જશીટ દાખલ કરી છે. આ પહેલા ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા 2 દિવસમાં 32 દેશોના 374 જમાતીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે.
ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધી 35 દેશોના કુલ 910 જમાતીઓ વિરુદ્ધ 47 ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે. આ તમામ પર વીઝા નિયમોનના ઉલ્લંઘનનો આરોપ છે. ક્રાઈમ બ્રાન્ચે તેમના પર ધારા 144ના ઉલ્લંઘનથી લઈ મહામારી એક્ટના નિયમોનું ઉલ્લંઘન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના ઉલ્લંઘનનો પણ આરોપ લગાવ્યો છે. આ પહેલા ભારત સરકારે વીઝા કેન્સર કરી તેમને બ્લેક લિસ્ટ પણ કર્યા હતા.
દિલ્લીપોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ આ વાતનો પણ ઉલ્લેખ કરાયો છે કે, આ તમામ આરોપીએ કલમ 144નું ઉલ્લંઘ કર્યું છે, સાથે ભેગા થઈને ક્વોરંન્ટાઈન કાયદાના પણ ધજાગરા ઉડાડ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement