શોધખોળ કરો
Advertisement
SPG હટ્યા બાદ હવે CRPFએ સંભાળી સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધીની સુરક્ષાની જવાબદારી
કેન્દ્ર સરકારે ગયા સપ્તાહમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની એસપીજી સુરક્ષા પાછી ખેંચી લીધી હતી.
નવી દિલ્હીઃ CRPF કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના દીકરા રાહુલ ગાંધી અને દીકરી પ્રિયંકાની સુરક્ષા કરશે. સીઆરપીએફએ આજે તેની જવાબદારી સંભાળી લીધી હતી. અધિકારીઓએ આ વાતની જાણકારી આપી હતી. કેન્દ્ર સરકારે ગયા સપ્તાહમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની એસપીજી સુરક્ષા પાછી ખેંચી લીધી હતી.
અધિકારીઓએ કહ્યું કે, સોનિયા ગાંધીના 10,જનપથ સ્થિત આવાસ પર ઇઝરાયલી એક્સ-95, એકે સીરિઝ અને એમપી-5 ગન સાથે સીઆરપીએફના કમાન્ડોની એક ટૂકડીએ સુરક્ષા સંભાળી લીધી છે. આ જ રીતે કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના અને પ્રિયંકા ગાંધીના ઘર બહાર પણ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
એસપીજી સુરક્ષા હટાવ્યા બાદ કેન્દ્રિય ગૃહ મંત્રાલયે સીઆરપીએફને ગાંધી પરિવારને ઝેડ-પ્લસ સુરક્ષા આપવાનો આદેશ કર્યો હતો. સોનિયા, રાહુલ અને પ્રિયંકા પાસેથી 28 વર્ષ બાદ એસપીજી સુરક્ષા પાછી લેવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement