શાહરૂખના દીકરાએ ડ્રગ્સ ક્યાં રાખ્યું હતું તે જાણીને લાગી જશે આઘાત, NCBનાં સૂત્રોએ આપી ચોંકાવનારી માહિતી
એનસીબીના સૂત્રોએ જાણકારી આપી છે કે,અધિકારીઓને અભિનેતાના શાહરૂખ ખાન દીકરા આર્યનના લેંસના ડબ્બામાંથી ડ્રગ્સ મળ્યું છે. આ મામલે અભિનેતાના દીકરા આર્યનનું નિવેદન નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે.
Cruise Party Update:એનસીબીના સૂત્રોએ જાણકારી આપી છે કે,અધિકારીઓને અભિનેતાના શાહરૂખ ખાન દીકરા આર્યનના લેંસના ડબ્બામાંથી ડ્રગ્સ મળ્યું છે. આ મામલે અભિનેતાના દીકરા આર્યનનું નિવેદન નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે.
નારકોટિક્સ કંન્ટ્રોલ બ્યુરો તરફથી ક્રૂઝ પાર્ટી પાડવામાં આવેલી રેડમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યાં છે. એનસીબીના સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ અભિનેતા શાહરૂખ ખાનાના દીકરા આર્યનના લેંસના ડબ્બામાંથી ડ્રગ્સ મળ્યું છે. આ મામલે અભિનેતાના પુત્રનું નિવેદન પણ નોધવામાં આવ્યું છે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ગત રાત્રે મુંબઈથી ગોવા માટે ક્રુઝ શિપ પર જઈ રહેલી ડ્રગ પાર્ટી પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન એનસીબીએ દસ લોકોની અટકાયત કરી છે. તેમાં એક મોટા અભિનેતાના પુત્રનો પણ સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિનેતાના પુત્રની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું છે કે તેને ત્યાં વીઆઇપી મહેમાન તરીકે બોલાવવામાં આવ્યો હતો.
અભિનેતાના પુત્રએ શું કહ્યું
NCB ના સૂત્રોએ જણાવ્યું છે કે અભિનેતાના પુત્ર પાસેથી તે ક્રૂઝ પર આવવા માટે કોઈ ફી લેવામાં આવી નથી. અભિનેતાના પુત્રએ જણાવ્યું છે કે બાકીનાને ક્રૂઝ પર તેના નામનો ઉપયોગ કરીને બોલાવવામાં આવ્યા હતા.
પાર્ટીમાં હાજર તમામને અપાયા હતા પેપર રોલ
આ સાથે જ આ મામલે વધુ એક મોટી વાત સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પાર્ટીમાં હાજર રહેલા તમામ લોકોને પેપર રોલ આપવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન, એનસીબીને મોટાભાગના ગેસ્ટ રૂમમાંથી કાગળની ગડી મળી. પેપર રોલને સંયુક્ત પેપર પણ કહેવામાં આવે છે.
આ પણ વાંચો