મુંબઇ સાયબર સેલે કર્યો સેક્સટૉર્શન ગેન્ગનો પર્દાફાશ, 100થી વધુ સેલિબ્રિટીઓને બનાવી હતી શિકાર
સાયબર સેલના ડીસીપી રશ્મિ કરંડિકરે બતાવ્યુ કે આ લોકોએ અત્યાર સુધી 285 લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. હવે તેમના મોબાઇલ અને બીજા ઇલેક્ટ્રૉનિક ગેજેટની તપાસ ચાલી રહી છે.
મુંબઇઃ મુંબઇ પોલીસની સાયબર સેલે એક એવી ગેન્ગનો પર્દાફાશ કર્યો છે, જેને 100થી વધુ એ લિસ્ટેડ સેલિબ્રિટીઓને સેક્સટૉર્શનનો શિકાર બનાવ્યો છે. આ ગેન્ગ ખાસ કરીને સેલેબ્સને પોતાની જાળમાં ફસાવતા હતા. ચોંકાવનારી વાત એ છે કે આ ગેન્ગમાં એક સગીર પણ સામેલ છે. સાયબર સેલના ડીસીપી રશ્મિ કરંડિકરે બતાવ્યુ કે આ લોકોએ અત્યાર સુધી 285 લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. હવે તેમના મોબાઇલ અને બીજા ઇલેક્ટ્રૉનિક ગેજેટની તપાસ ચાલી રહી છે. પોલીસે આ આરોપીઓની મહારાષ્ટ્રના નાગપુર, ઉત્તરપ્રદેશ, ઓડિશા અને ગુજરાતમાંથી ધરપડક કરી છે.
કેવી રીતે બનાવતા હતા શિકાર ?
કરંડિકરને બતાવ્યુ કે, આરોપી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર છોકરીઓ તરીકીના ફેક એકાઉન્ટ બનાવતા હતા અને પુરુષોને લોભાવતા હતા. જેમાં મોટાભાગના હાઇ-પ્રૉફાઇલ અને અમીર લોકો હતા. તેમને કહ્યું- આરોપીઓએ 12 ફેક એકાઉન્ટ અને છે ફેક ઇમેઇલ આઇડી બનાવ્યા હતી. જેનો ઉપયોગ કરીને લોકો સાથે દોસ્તી કરવામા આવતી હતી.
આરોપીઓએ પુછપરછ દરમિયાન એ પણ બતાવ્યુ કે, તેમને લોકોનો વિશ્વાસ જીતવા માટે 6-6 મહિના સુધી પણ દોસ્તી રાખી હતી અને એકવાર વિશ્વાસ જીત્યા બાદ તે વીડિયો કૉલ કરતા હતા અને પછી કપડાં કાઢવાનુ કહેવામાં આવતુ હતુ, ત્યારબાદ તે ટાર્ગેટને કપડા કઢાવીને તેનો સ્ક્રીનશૉટ લઇ લેતા હતા અને પછી બ્લેક મેઇલિંગનુ કામ શરૂ કરવામાં આવતુ હતુ.
આ આરોપીઓએ 100થી વધુ એ લિસ્ટેડ સેલિબ્રિટીઓને પોતાનો શિકાર બનાવ્યો છે. જેમાં બૉલીવુડના જાણીતા અભિનેતાનુ નામ પણ સામેલ છે. આ ઉપરાંત આ ગેન્ગે મહિલા અને પુરુષ મૉડલને પણ પોતાનો શિકાર બનાવ્યા છે. આ ગેન્ગ મોટેભાગે ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે, જ્યાં આ લોકો ટાર્ગેટને લોભાવવાનુ કામ કરતા હતા.
વીડિયો પણ વેચતા હતા-
તપાસ દરમિયાન આરોપીઓએ પોલીસને બતાવ્યુ કે આ લોકો તે વીડિયોના આધાર પર ટાર્ગેટને બ્લેકમેઇલ કરીને પૈસા વસૂલતા હતા અને પછી આ લોકો ટ્વીટર પર ડીએમના માધ્યમથી તે વીડિયોને વેચતા હતા. પોલીસે બતાવ્યુ કે આ લોકો તે વીડિયોના ગ્રેબને ટ્વીટર પર પૉસ્ટ કરતા હતા, આ પછી જે કોઇને આ વીડિયોને જોવો હોતો તો તેમને ડાયરેક્ટ મેસેજ કરતા હતા, અને પછી આ લોકો દરેક વીડિયો જોવાના ચાર્જીસ લીધા કરતા હતા.
સેક્સટૉર્શનનુ નેપાલ કનેક્શન-
તપાસમાં એ પણ જાણવા મળ્યુ છે કે આરોપીઓએ પૈસાની લેવડદેવડ માટે નેપાલ સ્થિત બેન્કના એક ખાતાનો ઉપયોગ કર્યો છે. તપાસ એજન્સીઓના રડારથી બચવા માટે આ લોકો બ્લેકમેઇલ કરીને પૈસાને છુપવવા માટે નેપાલની બેન્કનો સહારો લેતા હતા. તમને ખબર હતી કે જો પોલીસને ખબર પડશે અને બેન્ક એકાઉન્ટ ભારતનુ હશે તો એકાઉન્ટ ફ્રિઝ થઇ જશે, અને પૈસા નહીં મળે. આ કારણે આ લોકોએ ભારતના એકાઉન્ટ ઉપરાંત એક અન્ય નેપાલની બેન્ક એકાઉન્ટનો પણ સહારો લીધો, જેના આ બધા પૈસા જમા કરાવતા હતા. પોલીસે હવે નેપાલ તંત્રને આ વિશે બતાવ્યુ છે જેથી તે બેન્કના એકાઉન્ટની ડિટેલ મળી શકે.