શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ચક્રવાત ‘ફેની’ને લઈ PM મોદીએ બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક, આઠ લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા
ફેની વાવાઝોડાની અસર ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના ઓછામાં ઓછા 19 જિલ્લા પર પડશે. ઉપરાંત સેનાને એલર્ટ રાખવામાં આવી છે. ફેની શુક્રવારે પુરીના દરિયાકાંઠે ત્રાટકી શકે છે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચક્રવાત ફેની ની સ્થિતિને લઈને બોલાવેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીક સૂત્રો અનુસાર વડાપ્રધાન મોદીએ ચક્રવાતના સંભવિત માર્ગની જાણકારી આપી હતી. સાથે ફેનીને લઈને સાવચેતી માટેની તૈયારી માટે લેવામાં આવેલા પગલાઓની જાણકારી આપવામાં આવી હતી.
સ્થિતિની સમીક્ષા બાદ વડાપ્રધાન મોદીએ વરિષ્ઠ અધિકારીઓને પ્રભાવિત રાજ્યોના અધિકારીઓ સાથે સંપર્ક બનાવી રાખવાનો નિર્દેશ આપ્યો છે. જેથી જરૂરિયાત પ્રમાણે રાહત અને બચાવ કાર્ય માટે ઝડપી પગલા ઉઠાવી શકાય.
વાવાઝોડા ફોનીએ ધારણ કર્યું વિકરાળ રૂપ, 100થી વધુ ટ્રેનો કરાઇ રદ, સેના એલર્ટ
ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેબિનેટ સચિવ, વડાપ્રધાનના મુખ્યસચિવ, ગૃહ સચિવ, ભારતીય વાયુસેના વિભાગ, એનડીઆરએફ, એનડીએમએ અને વડાપ્રધાન કાર્યાલયના અધિકારીઓ સામેલ થયા હતા. વાવાઝોડૂ આવતીકાલે ઓડિશાના કિનારે પહોંચે તેવી સંભાવના છે. સાવચેતી માટે નીચાણવાળા વિસ્તારમાંથી આઠ લાખ જેટલા લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion