શોધખોળ કરો
Advertisement
તમિલનાડુમાં ગાઝા વાવાઝોડાનો કેર, 11ના મોત
ચેન્નઇઃ ચક્રવાત ગાજા મોડી રાત્રે તમિલનાડુના નાગપટ્ટિનમ સાથે ટકરાયું હતું. આ સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. તોફાન પહોંચ્યા બાદ પવનની ઝડપ 100થી 110 કિલોમીટર પ્રતિ કલાક વચ્ચે રહી હતી. તોફાનમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. ઝડપી પવનને કારણે અનેક સ્થળોએ નુકસાન પહોંચ્યું હતું. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.
તમિલનાડુ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના કહેવા અનુસાર, નીચાળ વાળા વિસ્તારોમાંથી 76,290 લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. આ તમામને નાગપટ્ટિનમ, પુદુકોટ્ટઇ, રામનાથપુરમ અને તિરુવરુર સહિત છ જિલ્લામાં સ્થાપિત 300થી વધુ રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે.હવામાન વિભાગના કહેવા પ્રમાણે, તોફાન ગાજા આગામી છ કલાકમાં કમજોર પડે તેવી સંભાવના છે. આ દરમિયાન નાગપટ્ટિનમ, તિરુવરુર અને તંજાવુંરમાં ભારે વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં વૃક્ષો ઉખડી ગયા હતા. તોફાનને કારણે અનેક વિસ્તારોમાં વિજળીડૂલ થઇ ગઇ હતી.
સાત જિલ્લામાં સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરાઇ છે. એનડીઆરએફ અને રાજ્યની ટીમો તૈનાત કરાઇ છે. પ્રવાસીઓના પ્રવેશ પર પણ રોક લગાવવામાં આવી છે. પુંડુચેરીમાં મુખ્યમંત્રી વી નારાયણસ્વામીએ સ્થિતિનો સામનો કરવા વિવિધ વિભાગોની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion