(Source: ECI/ABP News/ABP Majha)
Cyclone Gulab : આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ, બે માછીમારોના મોત
ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે ચક્રવાત ગુલાબના દરિયા કિનારે ટકરાવાની પ્રક્રિયા રવિવાર સાંજથી શરૂ થઈ છે અને લગભગ ત્રણ કલાક સુધી ચાલુ રહી શકે છે.
LIVE
Background
ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે ચક્રવાત ગુલાબના દરિયા કિનારે ટકરાવાની પ્રક્રિયા રવિવાર સાંજથી શરૂ થઈ છે અને લગભગ ત્રણ કલાક સુધી ચાલુ રહી શકે છે. આ પ્રક્રિયાએ આંધ્રપ્રદેશના કલિંગપટ્ટનમ અને ઓડિશાના ગોપાલપુર વચ્ચેની જમીનને અસર કરી છે. આઇએમડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "તાજેતરના હવામાનશાસ્ત્રીય નિરીક્ષણો અનુસાર, વાદળોએ દરિયાકાંઠાના વિસ્તારોને આવરી લીધા છે અને આંધ્રપ્રદેશ અને નજીકના દક્ષિણ કોસ્ટલ ઓડિશામાં ચક્રવાતી પરિભ્રમણની પ્રક્રિયા શરૂ થઈ છે." એક અધિકારીએ જણાવ્યું કે, ચક્રવાતની પવનની ગતિ દરિયા કિનારે અથડાતી વખતે 90 કિમી પ્રતિ કલાકની આસપાસ છે.
ચક્રવાત ગુલાબ આગામી છ કલાકમાં નબળું પડી જશે
ગુલાબે ઉત્તર આંધ્ર અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠાને પાર કર્યો
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચક્રવાત ગુલાબ ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠાને પાર કરી ગયું છે.
ઓડિશા-આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ
ચક્રવાતી તોફાન 'ગુલાબ' (Cyclone Gulab) ને કારણે ઓડિશા-આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાથી 1100 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.
બે માછીમારોના મોત થયા
આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં રહેતા બે માછીમારોના રવિવારે સાંજે બંગાળની ખાડીમાં આવેલા ગુલામ તોફાનની ઝપેટમાં આવવાથી લાપતા હતા. આ 5 વ્યક્તિઓમાંથી, ત્રણ સલામત રીતે કિનારે પહોંચ્યા અને કહ્યું કે અન્ય બે લોકો મૃત્યુ પામ્યા છે. એક માછીમાર જે બોટ પર હતો તે હજુ લાપતા છે.
સમુદ્રમાં ડૂબ્યા પાંચ માછીમારો
આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં પાંચ માછીમારો આજે સાંજે સમુદ્રથી પરત ફરવા સમયે મંડાસા કિનારા પર તેનું વહાણ પવન સાથે ટકરાતા સમુદ્રમાં પડી ગયું હતું. પોલીસ અને અન્ય અધિકારી તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.