શોધખોળ કરો
Advertisement
સાઈરસ મિસ્ત્રીએ કર્યો ખુલાસો, દાખલ નથી કરી કેવિએટ, ટાટાએ કહ્યું ફેરફારની ચિંતા છોડો, નફો વધારો
નવી દિલ્લી: ટાટા ગ્રુપમાં મતભેદને મામલે કોર્ટમાં જવાની ખબરોનું સાઈરસ મિસ્ત્રીએ ખંડન કર્યું હતું. સાઈરસ મિસ્ત્રીની ઓફિસ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે તેમણે કોઈ કેવિએટ દાખલ નથી કરી., પરંતુ ટાટા તરફથી સુપ્રીમ કોર્ટ, બોમ્બે હાઈકોર્ટ અને NCLT માં સાઈરસ મિસ્ત્રીને દૂર કરવાની વિરૂધ્ધમાં લીધેલા પગલાને રોકવા માટે કેવિએટ દાખલ કરાઈ છે.
સાઈરસ મિસ્ત્રીની ઓફિસથી જાણકારી આપવામાં આવી છે કે સાઈરસ તરફથી કોઈ કેવિએટ ફાઈલ નથી કરવામાં આવી. જાણકારી મુજબ ટાટાએ મિસ્ત્રી તરફથી લીગલ એક્શનને ધ્યાનમાં રાખી કેવિએટ દાખલ કરી છે.
આ પહેલા સમાચાર હતા કે મિસ્ત્રીએ રતન ટાટા, ટાટ સન્સ અને સર દોરાબજી ટ્રસ્ટની વિરૂધ્ધમાં દાખલ કરી હતી. એક કેવિએટ સાઈરસ ઈંવેસ્ટમેંટ પ્રાઈવેટ લિમિટેડતરફથી રતન ટાટા અને ટાટા સન્સ વિરૂધ્ધમાં દાખલ કરવામાં આવી છે, પરંતુ બાદમાં સાઈરસ તરફથી તેનું ખંડન કરવામાં આવ્યું છે.
મંગળવારે ટાટા સન્સના અંતરિમ ચેરમેન બનેલા રતન એન ટાટાએ ટાટાની કંપનિઓને પોતાના બજારમાં લીડર તરિકે કામ કરવાની સલાહ આપી હતી, જેથી શેરહોલ્ડરોના રિટર્નમાં વધારો કરી શકાય. ટાટા કંપનિના સીનિયર અધિકારીઓ અને મેનેજિંગ ડાયરેક્ટર સાથેની મીટીંગમાં રતન ટાટાએ કહ્યું કંપનીએ પોતાના વિતેલા સમયની તુલના કરવાની જગ્યાએ હાલના સમયમાં માર્કેટની પોઝીશન પર ધ્યાન આપવું જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
આરોગ્ય
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion