શોધખોળ કરો
Advertisement
પુત્રીએ લવ મેરેજની જિદ્દ કરતા પિતાએ કુહાડીથી હત્યા કરી પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાજિયાબાદ: યૂપીના ગાજિયાબાદના લોની બૉર્ડર પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓ બુધવારે વહેલી સવારે ચોંકી ગયા હતા, તેમને એક વ્યક્તિના હાથમાં લોહીથી ખરડાયેલી કુહાડી લઈને પહોંચ્યો હતો. તે સમયે સવારે 5 વાગ્યા હતા. પોલીસ સ્ટેશનમાં 4-5 સિપાઈઓ અને લૉકઅપમાં 2 આરોપીઓ હતા.
તે વ્યક્તિએ ટેબલ પર કુહાડી રાખી અને અધિકારીઓને કહ્યું કે તેને પોતાની પુત્રીની હત્યા કરી દીધી છે. પોલીસે આરોપી પિતા વિરુદ્ધ કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી છે. આ મામલાની હાલ તપાસ કરવામાં આવી રહી છે.
જાણકારોના મતે, હત્યારા પિતાનું નામ આશારામ છે. તે ગાજિયાબાદના ઈંદ્રાપુરીના ડી બ્લૉકમાં રહે છે. તે પોતાના ઘરમાંજ સિલાઈનું કામ કરીને ગુજરાન ચલાવે છે. ઘરમાં તેની પત્ની રેખા અને ત્રણ નાની પુત્રીઓ અને એક પુત્ર છે. તેમાંથી એક પુત્રી લવ મેરેજ કરવાની જિદ્દ કરી રહી હતી.
હત્યારો પિતા પુત્રીને લવ મેરેજ કરવાની મનાઈ કરી રહ્યો હતો. જ્યારે તે માની નહીં ત્યારે તેને કુહાડીથી કાપીને હત્યા કરી નાંખી હતી. ઘટનાને અંજામ આપ્યા પછી હત્યારો પિતા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ ઘટના વિશે સીઓ અનિલ યાદવે જણાવ્યું કે આશારામને પોલીસ સ્ટેશનમાં આવી હાલતમાં જોઈને સિપાઈઓએ આ વાતની જાણકારી ઉચ્ચ અધિકારીઓને આપી હતી. પોલીસની એક ટીમ આશારામની સાથે તેના ઘરે ગઈ હતી. ઘરમાં બેડ પર તેની પુત્રીની લાશ લોહીથી લથપથ હાલતમાં પડી હતી.
હત્યાના ત્રણ દિવસ પહેલા આશારામે પોતાની પુત્રી પાસેથી મળેલા ત્રણ સિમ કાર્ડને પણ તોડીને ફેંકી દીધા હતા. તેના પછી બન્ને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. હાલ પોલીસે મૃતક પુત્રીની લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement