DCGIએ DRDOની એન્ટી કોવિડ દવાને ઉપયોગ માટે મંજૂરી આપી
નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે દેશમાં આ મહામારી સામે લડવા માટે વધુ એક દવાને મંજૂરી આપવામાં આવી છે. ડીસીજીઆઈએ ડીઆરડીઓની કોવિડ દવા ડીઓક્સી-ડી-ગ્લૂકોઝ(2-ડીજી)ને ઉપયોગ માટે મંજૂરી આપી છે. ડીઆરડીઓએ આ દવાને ડૉ રેડ્ડીઝ લેબોરેટરી સાથે મળીને તૈયાર કરી છે.
નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે દેશમાં આ મહામારી સામે લડવા માટે વધુ એક દવાને મંજૂરી આપવામાં આવી છે. ડીસીજીઆઈએ ડીઆરડીઓની કોવિડ દવા ડીઓક્સી-ડી-ગ્લૂકોઝ(2-ડીજી)ને ઉપયોગ માટે મંજૂરી આપી છે. ડીઆરડીઓએ આ દવાને ડૉ રેડ્ડીઝ લેબોરેટરી સાથે મળીને તૈયાર કરી છે.
રક્ષા મંત્રાલય મુજબ ક્લિનિકલ પરીક્ષણમાં સામે આવ્યું કે 2-ડીજી દવા હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ઝડપથી સાજા થવામાં મદદ કરે છે. આ સિવાય આ દવાથી દર્દીને ઓક્સીજનની વધારે પડતી જરુર ઓછી થાય છે.
મંત્રાલયનું કહેવું છે કે ડીઆરડીઓ દ્વારા વિકસિત આ દવા પાઉડરના રૂપમાં પેકેટમાં આવે છે. દર્દીઓએ કોવિડ વિરોધી દવા 2-ડીજી પાણીમાં ભેળવી પીવાની રહેશે.
એક્ટિવ કેસ 37 લાખને પાર
દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,01,078 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4187 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,18,609 લોકો ઠીક પણ થયા છે.
આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.
રાજ્યોની હાલત છે ખરાબ
કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.
એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત
સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.