શોધખોળ કરો
Advertisement
હરિયાણા ચૂંટણીઃ રાજનાથ સિંહે કહ્યુ- રાફેલ હોત તો બાલાકોટ માટે પાકિસ્તાન જવાની જરૂર નથી
રાજનાથ સિંહે કહ્યું કે રાફેલ પર કોગ્રેસના નિવેદનોથી પાકિસ્તાનને તાકાત મળે છે.
કરનાલઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આતંકવાદ પર પાકિસ્તાનને એકવાર કડક ચેતવણી આપી છે. રાફેલ ફાઇટર પ્લેનનો ઉલ્લેખ કરતા રાજનાથ સિંહે અપ્રત્યક્ષ રીતે પાકિસ્તાનને ચેતવણી આપી છે. રાજનાથ સિંહે કહ્યું કે, જ્યારે રાફેલ જેવા ફાઇટર પ્લેન હોત તો પછી બાલાકોટ એરસ્ટ્રાઇક માટે પાકિસ્તાન જવાની જરૂર નથી. આપણે ભારતમાં બેઠા બેઠા ત્યાંની આતંકી શિબિરોને ખત્મ કરી શકીએ છીએ. રાજનાથ સિંહે કહ્યું કે રાફેલ પર કોગ્રેસના નિવેદનોથી પાકિસ્તાનને તાકાત મળે છે.
કરનાલમાં એક ચૂંટણી રેલી દરમિયાન રાજનાથ સિંહે પાકિસ્તાને આ ચેતવણી આપી છે. રાજનાથ સિંહે કહ્યું કે આપણને તાકાતવર પ્લેન મળી રહ્યું છે. તેના ઉપયોગ કરતા અગાઉ આપણે તેની પૂજા કરવી જોઇએ. એટલા માટે અમે તેના પર લખ્યો.. નારિયળ વધેર્યું.. અહીં કોગ્રેસના લોકોએ વિવાદ ઉભો કરી દીધો કે હું સાંપ્રદાયિક થઇ ગયો છું. તેમને પર વિરોધ છે. રાજનાથ સિંહે કહ્યું કે જે સમયે હું પૂજા કરી રહ્યો હતો ત્યારે તમામ ધર્મોના લોકો હતા. તમામ લોકો પુરી રીતે સહયોગ કરી રહ્યા હતા. તેમ છતાં અહી કોગ્રેસના લોકોએ હોબાળો મચાવ્યો હતો. આ ફાઇટર પ્લેનનું સ્વાગત કરવું જોઇએ તેના બદલે વિચાર્યા વિના તેઓ વિરોધ કરી રહ્યા છે. કરનાલમાં લોકોને સંબોધતા રાજનાથ સિંહે મુખ્યમંત્રી ખટ્ટરના વખાણ કર્યા હતા. તેઓ જમીની સ્તર પર સરકાર ચલાવે છે.#WATCH Defence Min: I wrote 'Om' on fighter plane (Rafale), & tied a 'raksha bandhan' to it. Congress leaders started a controversy here...They should've welcomed that Rafale is coming here. Instead,they started criticising. Statements by Congress leaders only strengthen Pakistan pic.twitter.com/5q0IU4SkmX
— ANI (@ANI) October 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement