શોધખોળ કરો
Advertisement
દિલ્હીમાં 82 વર્ષીય દર્દીએ કોરોના સામે જીતી જંગ
દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 523 પર પહોંચી છે. દિલ્હીમાં કોરોનાને હરાવવા કેજરીવાલ સરકારે 5ટી પ્લાન બનાવ્યો છે. જેમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ, ટીમ વર્ક અને ટ્રેકિંગ-મોનીટરિંગનો સમાવેશ થાય છે.
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. આ દરમિયાન દિલ્હીની લોકનાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલમાંથી એક સારા સમાચાર આવ્યા છે. આ હોસ્પિટલમાં દાખલ કોરોના સંક્રમિત 82 વર્ષીય વ્યક્તિ કોરોના મુક્ત થયા છે. હોસ્પિટલમાંથી જલદી તેમને રજા આપી દેવામાં આવશે. કોરોના સંક્રમણથી મુક્ત થયેલા વ્યક્તિનું નામ મનમોહન સિંહ છે.
સારવાર બાદ મનમોહન સિંહેનું શરીર એપ્રનથી ઢંકાયેલુ છે. વ્હીલચેર પર બેસીને મનમોહન સિંહ હાથ જોડીને આભાર માની રહ્યા છે. તેમની સાથે ડોક્ટરોની ટીમ ઉભેલી છે જે વિક્ટરી સાઈન બતાવીને સફળ સારવારની ખુશી મનાવી રહ્યા છે.
દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 523 પર પહોંચી છે. દિલ્હીમાં કોરોનાને હરાવવા કેજરીવાલ સરકારે 5ટી પ્લાન બનાવ્યો છે. જેમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ, ટીમ વર્ક અને ટ્રેકિંગ-મોનીટરિંગનો સમાવેશ થાય છે.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4400ને પાર કરી ગઈ છે. જેમાંથી 114 લોકોના મોત થયા છે અને 326 લોકો સારવાર બાદ સાજા થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement