શોધખોળ કરો
Advertisement
દિલ્હી વિધાનસભા ચૂંટણી: ભાજપે ચૂંટણી સમિતિની કરી જાહેરાત, મનોજ તિવારી, ગૌતમ ગંભીર સહિત 15 નેતાઓના નામ સામેલ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને દિલ્હી ભાજપે ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે. કુલ 15 લોકોની સમિતિમાં દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી સહિત આઠ સંસદ સભ્યોના નામ સામેલ છે.
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને દિલ્હી ભાજપે ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે. કુલ 15 લોકોની સમિતિમાં દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી સહિત આઠ સંસદ સભ્યોના નામ સામેલ છે. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સતીશ ઉપાધ્યાનને પણ આ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે.
15 નેતાઓમાં પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી, રાષ્ટ્રીય મહામંત્રી અનિલ જૈન, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દુષ્યંત ગૌતમ, કેંદ્રીય મંત્રી હર્ષ વર્ધન, રાજ્યસભા સાંસદ વિજય ગોયલ, રાષ્ટ્રીય મંત્રી આરપી સિંહ, મહામંત્રી સંગઠન સિદ્ધાર્થન, લોકસભા સાંસદ રમેશ બિઘૂડી, લોકસભા સાંસદ પ્રવેશ સાહિબ સિંહ વર્મા, લોકસભા સાંસદ મીનાક્ષી લેખી, લોકસભા સાંસદ ગૌતમ ગંભીર, લોકસભા સાંસદ હંસરાજ હંસ, નેતા વિરોધપક્ષ વિજેંદ્ર ગુપ્તા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સતીશ ઉપાધ્યાય, પ્રદેશ અધ્યક્ષ મહિલા મોર્ચા પૂનમ પરાશરના નામ સામેલ છે.
દિલ્હીમાં વિધાનસભાની કુલ 70 બેઠકો છે. તમામ બેઠકો પર 8 ફેબ્રુઆરીના મતદાન થશે. ચૂંટણીના પરિણામ 11 ફેબ્રુઆરીના જાહેર થશે. રાજ્યમાં આચારસંહિતા લાગૂ કરી દેવામાં આવી છે. આ વખતે 1.46 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 13750 પોલિંગ સ્ટેશન બનાવાશે. 2689 જગ્યાઓ પર મતદાન થશે. 90 હજાર કર્મચારીઓ ચૂંટણીમાં તૈનાત રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
આરોગ્ય
Advertisement