શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દિલ્હીમાં AAP સાથે ગઠબંધનની સંભાવનાનો કૉંગ્રેસે કર્યો ઇનકાર, કહ્યું- એકલા હાથે લડીશું ચૂંટણી
દિલ્હી પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ સુભાષ ચોપડાએ કહ્યું કે પાર્ટી ચૂંટણી એકલા હાથે લડશે અને જીતશે.
![દિલ્હીમાં AAP સાથે ગઠબંધનની સંભાવનાનો કૉંગ્રેસે કર્યો ઇનકાર, કહ્યું- એકલા હાથે લડીશું ચૂંટણી delhi assembly elections no alliance with aap says congress state chief subhash chopra દિલ્હીમાં AAP સાથે ગઠબંધનની સંભાવનાનો કૉંગ્રેસે કર્યો ઇનકાર, કહ્યું- એકલા હાથે લડીશું ચૂંટણી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/03233448/congress-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: દિલ્હીમાં થનારી વિધાનસભાની ચૂંટણી પર દેશભરની નજર છે. ત્રણેય મુખ્ય પક્ષ આમ આદમી પાર્ટી, કૉંગ્રેસ અને ભાજપે પોત-પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેની વચ્ચે કૉંગ્રેસે વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની સંભાવનાઓને નકારી દીધી છે. દિલ્હી પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ સુભાષ ચોપડાએ કહ્યું કે પાર્ટી ચૂંટણી એકલા હાથે લડશે અને જીતશે.
કૉંગેસે દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને એક વોર રૂમ તૈયાર કર્યો છે. આ વોરરૂમના ઉદ્ધાટનના પ્રસંગે દિલ્હી કૉંગ્રેસ અધ્યક્ષે કહ્યું દિલ્હીમાં કૉંગ્રેસ કોઈ સાથે ગઠબંધન નહી કરે અને પોતાના દમ પર 70 વિધાનસબા બેઠકો પર સમગ્ર તાકાતથી ચૂંટણી લડશે.
ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસનો હાથ ખાલી રહી ગયો હતો. કુલ 70 વિધાનસભા સીટમાંથી અરવિંદ કેજરીવાલની પાર્ટીએ એકલા હાથે 67 સીટો પર જીત મેળવી હતી. જ્યારે અન્ય ત્રણ સીટો ભાજપના ખાતામાં ગઈ હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)