શોધખોળ કરો
Advertisement
દિલ્લી બ્લાસ્ટ સાથે ઇરાની કનેક્શન શું છે, વિસ્ફોટની જગ્યાએથી મળેલા લેટરમાં લખ્યું હતું.....
રાજધાનીના અતિસુરક્ષિત મનાતા વીઆઇપી ઝોનમાં શુક્રવારની સાંજે 5.05 કલાકે બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટની જગ્યાએથી એક લેટર મળી આવ્યો છે, જેમાં લખ્યું હતું. ‘બ્લાસ્ટનું ટ્રેલર” બોમ્બ વિસ્ફોટની ઘટના સાથે ઇરાની કનેકશનની વાત પણ સામે આવી છે.
દિલ્લી પોલીસની સ્પેશ્યિલ સેલની ટીમે આજે સવારે જ્યાં વિસ્ફોટ થયો હતો તે વિસ્તારનું નિરીક્ષણ કર્યું. ટીમે જગ્યાએતી સંબંધિત પુરાવા એકત્રિક કર્યાં હતા. . સૂત્રો દ્રારા માહિતી મળી છે કે, તપાસ દરમિયાન પોલીસને લેટર મળ્યો હતો. લેટરમાં લખ્યું હતું કે, ‘આ ટ્રેલર હતું’. જેમાં બે ઇરાનીઓની હત્યાનો પણ ઉલ્લેખ છે.
દિલ્લી પોલીસ અને તપાસ એજન્સી દ્રારા અનેક જગ્યાએ સઘન તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ તહેરાન નજીક ઇરાનના મોટા બે પરમાણુ વૈજ્ઞાનિકની ડ્રોન ગનથી હત્યા કરી દેવાઇ હતી. ઇરાન આ ઘટના માટે ઇઝરાયલને જવાબદાર ગણાવે છે.
લેટરમાં કઇ ઘટનાનો ઉલ્લેખ?
30 નવેમ્બર 2020માં ઇરાનના એક વૈજ્ઞાનિકની ડ્રોન અટેકથી હત્યા કરી દેવાઇ હતી. આ ઘટના માટે ઇરાનના રાષ્ટ્રપતિએ ઇઝરાયલને જવાબદાર ગણાવ્યું હતું. આ પહેલા 2012માં ઇઝરાયલ રાજદ્રારી ની કાર પર હુમલો થયો હતો. તેમાં પણ તાર ઇરાનથી જોડાયેલા હતા. આ ઘટનાના પગલે દિલ્લીના પત્રકારની ધરપકડ કરાઇ છે. જે ઇરાનની ન્યુઝ એજેન્સી માટે કામ કરતો હતો.
ભારતે ઇઝરાયલના વિદેશ મંત્રી સાથે વાત કરી
દિલ્લીના લુટિયન્સ વિસ્તારમાં ઓરંગઝેબ રોડ પર આવેલી ઇઝરાયલ દૂતાવાસની નજીક શુક્રવારે સાંજે આઇઇડી વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ તે સમયે થયો જ્યારે ત્યાંથી થોડા કિલોમીટર દૂર ગણતંત્ર સમારોહના સમાપન માટે થતી બીટિગ રીટ્રીટ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. બીટિંગ રીટ્રીટ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકયા નાયડૂ અને વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત હતા.
વિદેશ મંત્રી એસ. જયશંકરે આ ઘટના અંગે ઇઝરાયલના વિદેશ મંત્રી ગાબી અશ્કેનાઝ સાથે ફોન પર વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન ઇઝરાયલના વિદેશ મંત્રીએ ઇઝરાયલ રાજદ્વારી અને તેમના મિશનોની સંપૂર્ણ સુરક્ષાનું આશ્વસન આપ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement