શોધખોળ કરો
Advertisement
આ રાજ્યમાં મહિલાઓ મેટ્રો અને બસમાં ફ્રીમાં પ્રવાસ કરી શકશે, મુખ્યમંત્રીએ કરી જાહેરાત
મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, આગામી બેથી ત્રણ મહિનામાં મેટ્રો અને બસમાં મહિલાઓને ફ્રી પ્રવાસના નિર્ણયને લાગુ કરી દેવામાં આવશે.
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીને આડે 8 મહિના બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી ચૂંટણી જાહેરાત કરી છે. તેમણે દિલ્હીમાં મેટ્રો અને બસોમાં હિલાઓને ફ્રીમાં પ્રવાસ કરવાની ભેટની જાહેરાત કરી છે છે. કેજરીવાલે કહ્યું કે, તેને કેવી રીતે લાગુ કરવામાં આવશે તેને લઈને અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે અને તેની ફોર્મ્યૂલા પર તેઓ કામ કરી રહ્યા છે.
મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, આગામી બેથી ત્રણ મહિનામાં મેટ્રો અને બસમાં મહિલાઓને ફ્રી પ્રવાસના નિર્ણયને લાગુ કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે, તેને લાગુ કરવામાં જે ખર્ચ થશે તે રાજ્ય સરકાર ભોગવશે.
જ્યારે કેજરીવાલને પૂછવામાં આવ્યું કે, શું આ નિર્ણયને લાગુ કરવામાં કેન્દ્ર સરકારની મંજૂરી નહીં લેવી પડે તો તેમણે કહ્યું કે, તેના માટે કેન્દ્ર સરકારની મંજૂરીની જરૂરત નથી કારણ કે દિલ્હી સરકાર સબસિડી આપી રહી છે અને તેનો ખર્ચ સરકાર ઉઠાવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion