Delhi CM Oath Ceremony: દિલ્હીમાં 'રેખા સરકાર', રેખા ગુપ્તાએ લીધા દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ
Delhi CM Rekha Gupta Oath Ceremony Live: શાલીમાર બાગથી ભાજપ ધારાસભ્ય રેખા ગુપ્તા દિલ્હીના આગામી મુખ્યમંત્રી બનવા માટે તૈયાર છે. શપથ ગ્રહણ સમારોહ બપોરે ૧૨ વાગ્યે રામલીલા મેદાનમાં શરૂ થશે

Background
Delhi CM Rekha Gupta Oath Ceremony Live: શાલીમાર બાગના ભાજપ ધારાસભ્ય રેખા ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા માટે તૈયાર છે. બુધવારે (૧૯ ફેબ્રુઆરી) ભાજપ વિધાનસભા પક્ષની બેઠક દરમિયાન ૫૦ વર્ષીય ધારાસભ્ય રેખા ગુપ્તાને ગૃહના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં, એટલે કે ફેબ્રુઆરીમાં, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત સાથે ભાજપ 26 વર્ષ પછી દિલ્હીમાં સત્તામાં પાછી આવી.
શાલીમાર બાગથી ભાજપ ધારાસભ્ય રેખા ગુપ્તા દિલ્હીના આગામી મુખ્યમંત્રી બનવા માટે તૈયાર છે. શપથ ગ્રહણ સમારોહ બપોરે ૧૨ વાગ્યે રામલીલા મેદાનમાં શરૂ થશે.
પંકજ સિંહે લીધા શપથ
વિકાસપુરીના ભાજપના ધારાસભ્ય પંકજ સિંહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. પંકજ સિંહ ભાજપનો પૂર્વીય ચહેરો છે અને બિહારના બક્સરથી આવે છે. પંજ સિંહ વ્યવસાયે ડૉક્ટર છે. આગામી બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, દિલ્હીમાં ડૉ. પંકજ સિંહનું મંત્રી બનવું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
કપિલ મિશ્રાએ લીધી શપથ
કરાવલ નગર બેઠકના ભાજપ ધારાસભ્ય કપિલ મિશ્રાએ નવી ભાજપ સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. હવે મંત્રી કપિલ મિશ્રા રેખા ગુપ્તા કેબિનેટમાં મોટી જવાબદારી સંભાળશે.





















