શોધખોળ કરો
Advertisement
Covid19: દિલ્હીમાં સતત ત્રીજા દિવસે નોંધાયા સૌથી વધુ કેસ, 24 કલાકમાં 5739 નવા કેસ, 27 લોકોના મોત
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણમાં રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 5739 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને 27 લોકોના મોત થયા છે.
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણમાં રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 5739 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને 27 લોકોના મોત થયા છે. આ સાથે જ મૃતકોની સંખ્યા 6,423 પર પહોંચી છે.
દિલ્હીમાં સતત બીજો દિવસ છે જ્યારે એક દિવસમાં પાંચ હજારથી વધુ કેસ નોંધાયા છે. બુધવારે કોરોનાના 5673 કેસ નોંધાયા હતા. આ પહેલા મંગળવારે દિલ્હીમાં એક જ દિવસમાં કોરોના સંક્રમણના સૌથી વધુ 4853 કેસ નોંધાયા હતા.
મેડિકલ બુલેટિન અનુસાર, 30952 દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ અનુસાર કેસની કુલ કેસની સંખ્યા વધીને 3,75,753 થઈ ગઈ છે.
દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં હાલના દિવસોમાં વધતા કેસને લઈને આજે જ કેંદ્રએ કહ્યું કે સંક્રમણના કેસમાં વધારો તહેવારને લઈ સમારોહનું આયોજન, ખરાબ વાયુ પ્રદૂષણ, શ્વાસ સંબંધી વગેરે મુશ્કેલી વધતા કેસ માટે જવાબદાર છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે દિલ્હીમાં તહેવારની મોસમ, પ્રદૂષણના સ્તરમાં વધારો અને લોકો દ્વારા કોવિડ 19ના નિયમોને લઈ લાપરવાહીના કારણે કોરોના વાયરસના દરરોજના કેસમાં વધારો થઈ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement