શોધખોળ કરો
Advertisement
દિલ્હી ચૂંટણી: 6 કલાકની રાહ જોયા બાદ CM અરવિંદ કેજરીવાલે ભર્યું ઉમેદવારી ફોર્મ
આ પહેલા અરવિંદ કેજરીવાલ પોતાનું ઉમેદવારી ફોર્મ સોમવારે ભરવાના હતા, પરંતુ રોડ શો દરમિયાન મોડું થતાં તેઓ ફોર્મ ભરી શક્યા નહતા.
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 6 કલાકની લાંબી રાહ જોયા બાદ મંગળવારે નવી દિલ્હી સીટ પરથી ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. સીએમ કેજરીવાલને ચૂંટણી પંચના કાર્યાલયમાં 6 કલાક જેટલી રાહ જોવી પડી હતી. જો કે, આમ આદમી પાર્ટીએ તેને કાવતરુ ગણાવતા પૂછ્યું કે શું આપણે ક્યારે કોઈ સીએમને આ રીતે રાહ જોતા જોયા છે ?
દિલ્હીના ઉપ મુખ્યમંત્રી અને AAP નેતા મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, “બીજેપીવાળા ! ગમે તે ચાલ રમી લો! અરવિંદ કેજરીવાલને ઉમેદવારી ફોર્મ ભરવાથી રોકી નહી શકો અને ના તો ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી બનતા.. તમારી ચાલ સફળ નહીં થાય.”
આ પહેલા અરવિંદ કેજરીવાલ પોતાનું ઉમેદવારી ફોર્મ સોમવારે ભરવાના હતા, પરંતુ રોડ શો દરમિયાન મોડું થતાં તેઓ ફોર્મ ભરી શક્યા નહતા. ઉમેદવારી ફોર્મ ભરવામાં મોડું થવાને લઈ સીએમ કેજરીવાલે પણ ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે રાહ જોઈ રહ્યો છું. મારો ટોકન નંબર 45 છે. અહીં ઉમેદવારી માટે અનેક લોકો છે. મને ખુશી છે કે આટલા બધા લોકો લોકતંત્રમાં ભાગીદારી કરી રહ્યાં છે. ”बीजेपी ने @ArvindKejriwal से पहले आज 45 उम्मीदवार पर्चे भरने के लिए लाइन में लगा दिए हैं. चुनाव आयोग जानबूझकर हर उम्मीदवार को आधा या एक घंटा दिए जा रहा है, जिसके काग़ज़ पूरे नही है उसे भी, जिसके प्रस्तावक नही है उनको भी, ताकि @ArvindKejriwal को पर्चा भरने से रोका जा सके. https://t.co/obLA4RpekV
— Manish Sisodia (@msisodia) January 21, 2020
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ નવી દિલ્હી સીટ પરથી કૉંગ્રેસના રોમેશન સભરવાલને અને ભાજપે દિલ્હી પ્રદેશ યુવા મોર્ચાના અધ્યક્ષ સુનીલ યાદવને મેદાનમાં ઉતાર્યા છે. દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર 8 તારીખે મતદાન યોજાશે. જ્યારે પરિણામ 11 ફેબ્રુઆરીએ આવશે.Doesn’t matter. Many of them r filing for the first time. They r bound to make mistakes. We also made mistakes the first time. We shud hand hold them. I am enjoying waiting wid them. They r all part of my family. https://t.co/9s8hRDnjSU
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 21, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
દુનિયા
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion