શોધખોળ કરો
Advertisement
દિલ્હી ચૂંટણી: CM કેજરીવાલને ઝટકો, ટિકિટ ન મળતા નારાજ AAP ધારાસભ્ય કૉંગ્રેસમાં જોડાયા
આમ આદમી પાર્ટીએ 15 જાન્યુઆરીએ તમામ 70 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં પાર્ટીએ વર્તમાન 15 ધારાસભ્યોની ટિકિટ કાપવાનો નિર્ણય લીધો છે.
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ટિકિટ નહીં મળતા નારાજ ધારાસભ્યએ કૉંગ્રેસનો હાથ પકડી લીધો છે. દ્વારકાથી ધારાસભ્ય આદર્શ શાસ્ત્રી દિલ્હી કૉંગ્રેસના અધ્યક્ષ સુભાષ ચોપડા અને પીસી ચાકોની હાજરીમાં કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે.
આમ આદમી પાર્ટીએ 15 જાન્યુઆરીએ તમામ 70 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં પાર્ટીએ વર્તમાન 15 ધારાસભ્યોની ટિકિટ કાપવાનો નિર્ણય લીધો છે. જેના કારણે કેટલાક નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે.
આદર્શ શાસ્ત્રીની જગ્યાએ આમ આદમી પાર્ટીએ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મહાબલ મિશ્રાના પુત્ર વિનય કુમારને દ્વારકા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે. કૉંગ્રેસ દ્વારકાની સીટ પર આદર્શ શાસ્ત્રીની ટિકિટ આપી શકે છે.Delhi: AAP MLA from Dwarka Adarsh Shastri joins Congress in presence of PC Chacko and Delhi Congress Chief Subhash Chopra. pic.twitter.com/kahElV5mt0
— ANI (@ANI) January 18, 2020
દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીએ મતદાન થશે અને મતગણતરી 11 ફેબ્રુઆરીએ થશે. 2015ની વિધાનસભા ચૂંટણીમાં AAPએ 70માંથી 67 સીટો પર જીત મેળવી હતી. જ્યારે ભાજપે ત્રણ સીટ પર જીત મેળવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion