શોધખોળ કરો
Advertisement
બીજેપીના નેતાએ કેજરીવાલને ગણાવ્યા આતંકવાદી, બોલ્યા- બહેન-દીકરીઓને બચાવવી હોય તો તેમને ભગાડો
પ્રવેશ વર્માના આ વિવાદિત નિવેદનને લઇને ચૂંટણી પંચ હરકતમાં આવી ગયુ છે, અને તેમને નૉટિસ ફટકારી છે. 30 જાન્યુઆરી સુધી આ ભાષણનો જવાબ આપવાનુ કહેવામાં આવ્યુ છે
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ નેતાઓ મર્યાદા ભુલીને નિવેદનો આપી રહ્યાં છે. નેતાઓની જીભ લપસી રહી છે. શાહીન બાગ પર આપત્તિજનક નિવેદનો આપનારા પશ્ચિમી દિલ્હીના બીજેપી સાંસદ પ્રવેશ વર્માએ હવે મુખ્યમંત્રી પર સીધો હુમલો કર્યો છે, તેમને કેજરીવાલને આતંકવાદી ગણાવી દીધા છે.
પ્રવેશ વર્માએ વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, સીએ કેજરીવાલ આતંકવાદી છે, અને જો આપણી બહેન અને દીકરીઓને બચાવવી હોય તો તેમને અહીથી ભગાડવા પડશે.
પ્રવેશ વર્માએ પોતાના ભાષણમાં કહ્યું કે, કેજરીવાલ જો જીતીને આવશે તે માદીપુરના રસ્તાંઓ શાહીન બાગ બની જશે. દિલ્હીમાં કેજરીવાલ જેવો નટવરલાલ અને આતંકવાદી છુપાયેલા છે. તેમને અહીંથી બહાર કરી દેવાના છે. આપણે કાશ્મીરમાં આતંકવાદીઓ સામે લડીએ કે પછી દિલ્હીમાં કેજરીવાલ જેવા આતંકવાદી સામે લડીએ.
પ્રવેશ વર્માએ આ નિવેદન માદીપુરના બીજેપી ઉમેદવાર કૈલાશ શાંકલાના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન દરમિયાન આપ્યુ હતુ. બીજેપી નેતાઆ નિવેદનથી રાજકીય ગરમાગરમી વધી ગઇ છે.
પ્રવેશ વર્માના આ વિવાદિત નિવેદનને લઇને ચૂંટણી પંચ હરકતમાં આવી ગયુ છે, અને તેમને નૉટિસ ફટકારી છે. 30 જાન્યુઆરી સુધી આ ભાષણનો જવાબ આપવાનુ કહેવામાં આવ્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement