શોધખોળ કરો
Advertisement
દિલ્હી ચૂંટણી: ચૂંટણી ઢંઢેરા પહેલા કેજરીવાલે જાહેર કર્યું 10 કામોનું ગેરંટી કાર્ડ
ગેરન્ટી કાર્ડ જાહેર કરતા કેજરીવાલે કહ્યું કે, ગેરંટી કાર્ડનાં માધ્યમથી અમે કેટલીય યોજનાઓની 5 વર્ષ સુધી ગેરંટી આપી રહ્યાં છીએ.
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આજે 10 કોમોનું ગેરંટી વાળુ કાર્ડ જાહેર કર્યું છે. ગેરન્ટી કાર્ડ જાહેર કરતા કેજરીવાલે કહ્યું કે આ ગેરંટી કાર્ડ ચૂંટણી ઢંઢેરો નથી. અમે ચૂંટણી ઢંઢેરો 10 દિવસ બાદ જાહેર કરીશું. તેમણે કહ્યું કે ચૂંટણી પહેલા 10 યોજનાઓ/ નવા વાયદાઓની ગેરન્ટી આપી રહ્યાં છે. સાથે કેજરીવાલે કહ્યું કે કોઈ પણ યોજના બંધ થશે નહીં.
કેજરીવાલના ગેરંટી કાર્ડમાં 24 કલાક સુધી વિજળી, 200 યૂનિટ ફ્રી વીજળીની યોજના ચાલુ રહેશે. દરેક ઘરમાં નળથી પાણી પહોંચશે અને 24 કલાક શુદ્ધ પીવાના પાણીની સુવિધા. દિલ્હીમાંથી વીજ વાયરો દૂર કરવા. 20 હજાર લીટર પાણી નિશુલ્ક આપવા. દિલ્હીના તમામ બાળકને સારી શિક્ષણ વ્યવસ્થાની ગેરંટી પણ આપવામાં આવશે. દરેક પરિવારને આધનિક હોસ્પિટલ અને મોહલ્લા ક્લિનિક દ્વારા સારવારની સુવિધા આપવામાં આવશે.
સૌથી મોટી અને સસ્તી શહેરી સરકારી પરિવહન સુવિધા ઉભી કરાશે. 11 હજારથી વધુ બસો અને 500 કિમીથી વધુનું મેટ્રો નેટવર્ક હશે તેવી ગેરંટી આપવામાં આવી છે, મહિલા અને વિદ્યાર્થીઓે મફત બસ યાત્રાની સુવિધા. પ્રદુષ મુક્ત દિલ્હી, સ્વચ્છ અને ઝગમગાતી દિલ્હી, મહિલાઓ માટે સુરક્ષા, મૂળભૂત સુવિધાઓ યુક્ત કોલોનિની ગેરંટી આપવામાં આવી છે.AAP National Convenor & Delhi CM @ArvindKejriwal launching "Kejriwal Ka Guarantee Card"#KejriwalKiGuarantee
— AAP (@AamAadmiParty) January 19, 2020
Part (1/2) pic.twitter.com/wIEtRy2iyE
ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતી હતી, જ્યારે ભાજપ માત્ર ત્રણ સીટ જ જીતી શક્યું હતું. 15 વર્ષ સુધી દિલ્હીમાં સત્તામાં રહેલી કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી. 2015 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 54 ટકા, બીજેપીને 32 ટકા અને કોંગ્રેસને 10 ટકા વોટ મળ્યા હતા.Delhi: Aam Aadmi Party (AAP) launches 'Kejriwal Ka Guarantee Card' ahead of upcoming state Assembly elections. Chief Minister Arvind Kejriwal says,"In the coming 5 years we will ensure 24 hours drinking water supply to every household. Students will be given free bus services". pic.twitter.com/JHfeaidxUE
— ANI (@ANI) January 19, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement