શોધખોળ કરો

Delhi Girl Dragged Case: દિલ્હી કાર અકસ્માતમાં મોતને ભેટનાર યુવતીનો ફોટો આવ્યો સામે

આ યુવતીનો ફોટો સામે આવ્યો છે. તે 20 વર્ષની છે. રોડ સાથે ઢસડાવવાના કારણે મહિલા નિર્વસ્ત્ર બની ગઈ હતી. દિલ્હીના કાંઝાવાલામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

Photo of Girl Who Died in Delhi Aar Accident : રાજધાની દિલ્હીના આઉટર દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં એક કારે 20 વર્ષીય યુવતીની સ્કૂટીને ટક્કર મારી અને તેને લગભગા 10 થી 12 કિલોમીટર સુધી ઢસડી હોવાની ચોંકાવનારી ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા છે. નવા વર્ષે જ દેશની રાજધાની દિલ્હીમાં આ પ્રકારની જધન્ય ઘટનાને લઈને સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલ ઉભા થયા છે. સાથે જ જે યુવતીનું મૃત્યું નિપજ્યું છે તે યુવતીનું નામ હજી સુધી સામે આવ્યું નથી. પરંતુ તેનો ફોટો સામે આવ્યો છે. 

આ યુવતીનો ફોટો સામે આવ્યો છે. તે 20 વર્ષની છે. રોડ સાથે ઢસડાવવાના કારણે મહિલા નિર્વસ્ત્ર બની ગઈ હતી. દિલ્હીના કાંઝાવાલામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અકસ્માત 31 ડિસેમ્બરની વચ્ચેની રાત્રે ઘટી હતી. જેમાં એક યુવતી વાહનની નીચે ફસાઈ ગઈ હતી અને તેને 10 થી 12 કિલોમીટર સુધી ઢસડવામાં આવી હતી. આ ઘટનામાં યુવતીનું મોત થયું હતું. તેના શરીર પરથી તમામ કપડા ફાટી ગયા હતા. બાદમાં યુવતીની લાશ નગ્ન અવસ્થામાં મળી આવી હતી. પોલીસે કારમાં સવાર પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ યુવતીનું નામ હજી સુધી સામે આવ્યું નથી. પરંતુ તેનો ફોટો સામે આવ્યો છે. યુવતી ગુલાબી રંગના ડ્રેસમાં હોવાનું ફોટામાં દેખાઈ રહ્યું છે. યુવતીનો આ ફોટો અકસ્માતનો નહીં પણ તે અગાઉનો છે. જોકે એબીપી અસ્મિતા આ ફોટાની પુષ્ટિ કરતુ નથી.  

અકસ્માતને લઈને પોલીસનું કહેવું છે કે, આ મામલો અકસ્માતનો છે. ડીસીપી આઉટરના જણાવ્યા અનુસાર, આઉટર દિલ્હીની પોલીસને વહેલી સવારે માહિતી મળી હતી કે એક વાહનમાં એક લાશ લટકેલી છે, આ વાહન કુતુબગઢ તરફ જઈ રહ્યું છે. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી કારની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને માહિતી મળી કે કાંઝાવાલા વિસ્તારમાં એક યુવતીની નગ્ન લાશ રોડ પર પડી છે. ક્રાઈમ ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી અને ફોરેન્સિક પુરાવા પણ એકત્રિત કરવામાં આવ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે કારની શોધખોળ શરૂ કરી તો સુલતાનપુરીમાં કાર ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવી હતી.

પોલીસને એક સ્કૂટી પણ મળી હતી જે અકસ્માતનો ભોગ બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, માહિતી મળ્યા બાદ જાણવા મળ્યું હતું કે, અકસ્માત બાદ સ્કૂટી પર સવાર એક યુવતી વાહનના પૈડામાં ફસાઈ ગઈ હતી અને વાહન તેને ઘણું દૂર સુધી ખેંચી ગયું હતું. આ ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે આરોપીએ તમામ હદો વટાવી દીધી હતી. વીડિયોમાં વાહનની નીચે કંઈક ફસાયેલું પણ જોવા મળે છે. માનવામાં આવી રહ્યું છે કે, વીડિયોમાં દેખાઈ રહેલી આ વસ્તુ કોઈ બીજુ નહીં પણ યુવતીનો મૃતદેહ હોઈ શકે છે.

કામ પરથી ઘરે પરત ફરી રહી હતી યુવતી

મુરથલ સોનીપતથી મંગોલપુરીમાં પોતાના ઘરે પરત ફરી રહેલા આરોપી છોકરાઓ નશાની હાલતમાં હતા જ્યારે તેમની છોકરીની સ્કૂટી સુલતાનપુરી પાસે અથડાઈ હતી. આ યુવતી કારમાં ફસાઈ ગઈ હતી અને આરોપી છોકરાઓ તેને 10 થી 12 કિલોમીટર સુધી ઢસડતા રહ્યા હતાં. કાંઝાવાલાના જોન્ટી ગામ પાસે કારની નીચે બાળકીની લાશ ફસાયેલી જોઈને કોઈ રાહદારે પોલીસને ફોન કર્યો હતો. જાણવા મળ્યા મુજબ આ યુવતી મોડી રાત્રે એક ખાનગી ફંકશનમાં વેલકમ ગર્લ તરીકે કામ કરીને ઘરે પરત ફરી રહી હતી. તે દરમિયાન તેની સાથે અકસ્માત થયો હતો. હાલ વાહન ચલાવનાર આરોપી અમિત, તેની સામે બેઠેલા કાલુ સહિત અન્ય ત્રણ યુવકોની પોલીસે ધરપકડ કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
Embed widget