શોધખોળ કરો
Advertisement
કન્હૈયા કુમાર પર ચાલશે રાજદ્રોહનો કેસ, સ્પેશ્યલ સેલને કેજરીવાલ સરકારે આપી મંજૂરી
જેએનયૂ વિદ્યાર્થી સંગઠનના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર પર રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવશે.
નવી દિલ્હીઃ દિલ્હીની જવાહરલાલ યુનિવર્સિટીમાં લાગેલા કથિત રીતે દેશ વિરોધી નારાઓ મામલે સ્પેશ્યલ સેલને મંજૂરી આપી દીધી છે. દિલ્હીની કેજરીવાલ સરકારે આ મંજૂરી આપી છે. હવે જેએનયૂ વિદ્યાર્થી સંગઠનના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર પર રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવશે.
સ્પેશ્યલ સેલને આ મામલામાં મંજૂરી આપવાની ફાઇનલ ઘણા સમયથી પેન્ડિગ છે. ત્યારબાદ દિલ્હી સરકારની મંજૂરી બાદ હવે કન્હૈયા કુમાર પર રાજદ્રોહની કલમો હેઠળ કેસ ચલાવવામાં આવશે. આ મામલામાં દિલ્હી સરકારે ઉમર ખાલિદ, આકિબ હુસૈન, મુજીબ, ઉમર ગુલ, બશરત અલી અને ખાલિદ બસીર પર પણ રાજદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી આપી છે.
વાસ્તવમાં તાજેતરમાં જ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં મામલાની સુનાવણી થઇ હતી તો દિલ્હી પોલીસે કહ્યુ હતું કે અત્યાર સુધીમાં દિલ્હી સરકાર તરફથી રાજદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી મળી નથી. ત્યારબાદ કોર્ટે દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલને નિર્દેશ આપ્યા હતા કે તે દિલ્હી સરકારને પત્ર લખીને આ મામલે વલણ સ્પષ્ટ કરવા કહે.
ત્યારબાદ દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે કેજરીવાલ સરકારને પત્ર લખ્યો હતો. પત્રમાં કન્હૈયા કુમાર સહિત અન્ય વિરુદ્ધ રાજદ્રોહનો કેસ ચલાવવાની ફરીથી મંજૂરી માંગી હતી. ત્યારબાદ હવે કેજરીવાલ સરકારે સ્પેશ્યલ સેલને કેસ ચલાવવાની મંજૂરી આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement