શોધખોળ કરો
કોરોના વિરૂદ્ધ દિલ્હી સરકારે બનાવ્યા રેડ અને ઓરેન્જ ઝોન, મોટા પાયે ચાલશે સેનિટાઈઝેશન અભિયાન
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, તેના માટે 10 હાઈટેક જાપાની મશીન સહિત કુલ 60 મશીનનો ઉપયોગ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ કોરોના વિરૂદ્ધ દિલ્હી સરકારે રેડ અને ઓરેન્જ ઝોન બનાવ્યા છે. આ વિસ્તારમાં મોટા પાયે સેનિટાઈઝેનનું અભિયાન શરૂ કરવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપતી કહ્યું કે, દિલ્હીમાં જાહેર કરવામાં આવેલ તમામ રેડ ઝોન એરિયા અને તમામ નક્કી કરવામાં આવેલ હાઈ રિસ્ક ઝોન એટલે કે ઓરેન્જ ઝોન એરિયાને સેનિટાઈઝ કરવામાં આવશે. રેડ ઝોન એ છે જેને સરકારે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે અથવા એવા વિસ્તાર જે સીલ છે. જ્યારે ઓરેન્જ જોન એ વિસ્તાર છે જેને નિષ્ણાંતો દ્વારા હાઈ રિસ્ક ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
સેનિટાઈઝેન અભિયાન માટે જાણકારી આપતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, તેના માટે 10 હાઈટેક જાપાની મશીન સહિત કુલ 60 મશીનનો ઉપયોગ કરવામાં આવશે. પીઆઈ ઇન્ડસ્ટ્રીઝે દિલ્હી સરકારને ફ્રીમાં 10 હાઈટેક જાપાની મશીન આપ્યા છે. આ મશીનની ખાસિયત એ છે કે એક મશીન 20 હજાર વર્ગ મીટરના વિસ્તારમાં એ કલાકમાં સેનિટાઈઝ કરી દે છે. ઉપરાંત દિલ્હી સરકાર દિલ્હી જળ બોર્ડના 50 મશીનોનનો પણ સેનિટાઈઝેન માટે ઉપયોગ કરશે. આ રીતે દિલ્હીના રેડ ઝોન અને હાઈ રિસ્ક ઝોનની અંદર વ્યાપક રીતે સેનિટાઈઝેનનું અભિયાનન સોમવારથી શરૂ કરવામાં આવશે. સાથે જ દિલ્હીમાં કોરોનના દર્દીની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખતા કેટલાક વધુ એરિયાને આવનારા દિવસોમાં કન્ટેનમમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે.
નોંધનીય છે કે, દિલ્હી સરકારે અત્યાર સુધી કુલ 43 વિસ્તારને દિલ્હીમાં કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે. દિલ્હીના હોટસ્પોટ દિલશાઈ ગાર્ડનમાં ઓપરેશન શીલ્ડને કારણે કોરોનાના કેસ આ વિસ્તારમાં અટકી ગયા છે. તેને ધ્યાનમાં રાખતા દિલ્હીના જે વિસ્તારમાં કોરોનાના દર્દી મળી રહ્યા છે ત્યાં મોટા પાયે એ તમામ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરીને સરકાર એ તમામ એરિયામાં ઓપરેશન શીલ્ડ લાગુ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement