શોધખોળ કરો
Advertisement
દિલ્હી હાઇકોર્ટે કોગ્રેસને આપ્યો ઝટકો, 56 વર્ષ જૂનું હેરાલ્ડ હાઉસ ખાલી કરવું પડશે
નવી દિલ્હીઃ હેરાલ્ડ હાઉસ કેસમાં કોગ્રેસ પાર્ટીને દિલ્હી હાઇકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઇકોર્ટે કોગ્રેસ પાર્ટીને 56 વર્ષ જૂના હેરાલ્ડ હાઉસને ખાલી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ બાદ હવે કોગ્રેસ પાર્ટીને બે સપ્તાહમાં હેરાલ્ડ હાઉસ ખાલી કરવું પડશે. જો કોગ્રેસ તેમ નહી કરે તો કાર્યવાહી કરવામાં આવશે. એલએનડીઓના લીઝ રદ કરવાના નિર્ણયને રદ કરવાનો હાઇકોર્ટે ઇનકાર કરી દીધો અને કોગ્રેસને હેરાલ્ડ હાઉસ ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.
નોંધનીય છે કે 30 ઓક્ટોબરના રોજ એજેએલને એલએનડીઓએ નોટિસ મોકલીને 15 નવેમ્બર સુધી ખાલી કરવાનો આદેશ આપ્યો હતો જેને એજેએલએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. કોગ્રેસે એલએનડીઓના લીઝ રદ કરવાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો પરંતુ આજે હાઇકોર્ટે એજેએલની અરજીને ફગાવી દીધી હતી.
આ અરજી દિલ્હી હાઇકોર્ટમાં નેશનલ હેરાલ્ડના પ્રકાશક અસોસિયેટ્સ જર્નલ્સ લિમિટેડ તરફથી દાખલ કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રના એ આદેશને પડકારવામાં આવ્યો હતો જેમાં તેણે અહી 56 વર્ષ જૂની લીઝ ખત્મ કરતા આઇટીઓ સ્થિત પરિસરની ઇમારત ખાલી કરવા કહ્યું હતુ. કેન્દ્ર સરકાર તરફથી નેશનલ હેરાલ્ડ હાઉસને નોટીસ આપવામાં આવી હતી કારણ કે આ બિલ્ડિંગને જે ઉદ્દેશથી સરકારે આપી હતી તે કામ ત્યાં થઈ રહ્યું ન હતું. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ હાઇકોર્ટમાં કહ્યું હતું કે નિયમ પ્રમાણે નેશનલ હેરાલ્ડ હાઉસમાં પ્રિન્ટીંગનું કામ થવું જોઈએ પણ ત્યાં લાંબા સમયથી થઈ રહ્યું નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement