કોરોના વધતા કોર્ટ એક્શનમાં, ક્યાં માસ્ક નહીં પહેરવા પર કડક કાર્યવાહીનો આપ્યો આદેશ, જાણો
કોર્ટે કહ્યું કે, કૉવિડ-19ના બચાવ સાથે જોડાયેલા નિયમોનુ ઉલ્લંઘન કરનારા લોકો વિરુદ્ધ માત્ર કેસ જ નહીં તેમની પાસેથી દંડ પણ વસૂલ કરવો જોઇએ.
Covid-19 Restrictions: દેશમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સરકારની સાથે સાથે હવે કોર્ટ પણ આ મામલે કડક એક્શન લેવાના મૂડમાં આવી ગઇ છે. દિલ્હી હાઇકોર્ટે (Delhi High Court) શુક્રવારે એરપોર્ટ (Airports) અને વિમાનમાં માસ્ક પહેરવા અને હાથ ધોવા સાથે જોડાયેલા નિયમોનુ ઉલ્લંઘન કરનારા યાત્રીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આની સાથે જ કોર્ટે કહ્યું કે કૉવિડ-19 મહામારી (Covid-19 Pandemic) હજુ ખતમ નથી થઇ, અને રહી રહીને માથુ ઉંચકી રહી છે.
કોર્ટે કહ્યું કે, કૉવિડ-19ના બચાવ સાથે જોડાયેલા નિયમોનુ ઉલ્લંઘન કરનારા લોકો વિરુદ્ધ માત્ર કેસ જ નહીં તેમની પાસેથી દંડ પણ વસૂલ કરવો જોઇએ. કોર્ટે કહ્યું કે, એવા લોકોને નૉ ફ્લાય કેટેગરીમાં નાંખી દેવા જોઇએ. હાઇ કોર્ટે સ્પષ્ટ કર્યુ કે નિયમોનુ અનુપાલન સુનિશ્ચિત કરવા માટે યોગ્ય કડક કાર્યવાહી જરૂરી છે.
કાર્યવાહક મુખ્ય ન્યાયાધિશ બિપીન સાંધી અને ન્યાયમૂર્તિ સચિન દત્તાની પીઠે કહ્યું કે, એવુ ઘણીવાર જોવામાં આવ્યુ ચે કે, ગંભીરતાથી નિયોમનુ પાલન નથી થતુ. એટલા માટે એ જરૂરી છે કે નગર વિમાનન મહાનિદેશાલય (ડીજીસીએ) સહિત અન્ય એજન્સીઓ કોરોના નિમયોનુ અનુપાલન નિશ્ચિત કરે.
પીઠે કહ્યું કે, આ માટે ડીજીસીએને વિમાનન કંપનીઓને અલગ બાધ્યકારી નિર્દેશ જાહેર કરવા જોઇએ. જેથી તે એરપોર્ટ અને વિમાનોના કર્મચારીઓ, એર હૉસ્ટેસ, કેપ્ટન, પાયલટ તથા અન્ય સ્ટાફને તે યાત્રીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો અધિકાર આપે, જે માસ્ક લગાવવા તથા હાથ ધોવા સાથે જોડાયેલા નિયમોનુ ઉલ્લંઘન કરતા પકડાય છે.
આ પણ વાંચો......
ધારાસભ્ય જીગ્નેશ મેવાણી નહીં જઈ શકે ગુજરાતની બહાર, જાણો કોણે મુક્યો આ પ્રતિબંધ
મોટા સમાચાર : કોરોનાકાળમાં મૃત્યુ પામનાર પોલીસ કર્મચારીના સ્વજનને મળશે 25 લાખની સહાય
EPFO : કેન્દ્ર સરકારે કર્મચારીઓના એમ્પ્લોય પ્રોવિડંડ ફંડ પર 8.1 ટકા વ્યાજ દરને મંજૂરી આપી
Sukanya Samriddhi Yojana: દીકરીના ભવિષ્ય માટે કરો બચત, ભણતરથી લઈને લગ્ન સુધી મળશે મોટી રકમ
Samrat Prithviraj : અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને આ બે દેશોમાં બેન કરવામાં આવી
Nayika Devi : ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ નાયિકા દેવી ગુજરાતમાં કરમુક્ત જાહેર