હાઇકોર્ટનો ચુકાદોઃ લગ્ન પહેલા બીમારી છુપાવવી છેતરપિંડી, રદ્દ થઈ શકે છે લગ્ન
ખંડપીઠે લગ્નને રદ્દ કરતા કહ્યું કે, કોઈપણ વ્યક્તિની તબિયત બગડી શકે છે, તે તેમની ભૂલ નથી. હાલના કિસ્સામાં યુવતીની તબિયત ખરાબ હતી. તેની સારવાર ચાલુ હતી
ભારતમાં લગ્નને ખૂબ જ સન્માન આપવામાં આવે છે. આપણે એવા રાષ્ટ્રમાં છીએ જે લગ્નના મજબૂત પાયા પર ગર્વ અનુભવે છે. આ દરમિયાન દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે લગ્ન પહેલા કોઈપણ પક્ષ દ્વારા બીમારી છુપાવવી એ છેતરપિંડી છે અને તે લગ્નને રદ કરવાનું કારણ બને છે. હાઇકોર્ટે ફેમિલી કોર્ટના આદેશને બાજુ પર રાખ્યો અને વ્યક્તિના લગ્નને રદ્દ કરતો આદેશ જારી કર્યો.
તબિયત બગડવી તે વ્યક્તિની ભૂલ નથીઃ હાઇકોર્ટ
જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ જસમીત સિંહની ખંડપીઠે લગ્નને રદ્દ કરતા કહ્યું કે, કોઈપણ વ્યક્તિની તબિયત બગડી શકે છે, તે તેમની ભૂલ નથી. હાલના કિસ્સામાં યુવતીની તબિયત ખરાબ હતી. તેની સારવાર ચાલુ હતી. કોર્ટે કહ્યું કે મહિલાએ કબૂલ્યું છે કે તેને કોલેજ દરમિયાન માથાનો દુખાવો થતો હતો અને તે ભણવાનું ચૂકી ગઈ હતી.
પીઠે કહ્યું માથાનો દુખાવો - તે પોતે કોઈ રોગ નથી. તેઓ માત્ર રોગના લક્ષણો છે. મહિલાએ સ્પષ્ટ કર્યું નથી કે તેણીને આટલો તીવ્ર અને સતત માથાનો દુખાવો થવાનું કારણ શું હતું. શું આ બીમારીના કારણે તેણે અભ્યાસ છોડી દીધો હતો. બેન્ચે કહ્યું કે માનસિક વિકારથી પીડિત વ્યક્તિના બાળકોને પણ આ રીતે અસર થઈ શકે છે. લગ્નના લગભગ નવ અઠવાડિયા પછી, તેના પિતા તેને તેના ઘરે લઈ ગયા.
આ પ્રક્રિયામાં કમનસીબે અપીલ કરનાર પતિનું જીવન બરબાદ થઈ ગયું છે અને તે 16 વર્ષથી આ સંબંધમાં કોઈ નિરાકરણ વિના અટવાયેલો છે એમ બેન્ચે જણાવ્યું હતું. તેમના જીવનના સૌથી નિર્ણાયક વર્ષોમાં, જ્યારે અપીલકર્તા, વૈવાહિક આનંદ અને સંતોષનો આનંદ માણતા હતા ત્યારે માત્ર મહિલા દ્વારા જ નહીં પરંતુ તેના પિતા દ્વારા પણ છુપાવવામાં આવેલી માહિતીના કારણે તેમે સહન કરવું પડ્યું હતું. આવી સ્થિતિમાં મહિલાની વાતને ફગાવી દેતા તેને નુકસાની તરીકે 10 હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે.
શું હતો મામલો
પતિએ દાખલ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે તેના લગ્ન 10 ડિસેમ્બર 2005ના રોજ થયા હતા. તેણે કહ્યું કે સાસરિયાઓએ તેની પત્નીની બીમારી છુપાવીને તેની સાથે છેતરપિંડી કરી હતી. મહિલા લગ્ન પહેલા અને અપીલકર્તા સાથે રહેતી વખતે એક્યુટ સ્કિઝોફ્રેનિયાથી પીડાતી હતી. લગ્ન પછી અને હનીમૂન દરમિયાન ઘરે અસામાન્ય રીતે વર્તન કર્યું હતું.જાન્યુઆરી 2006માં તેણે મહિલાને જીબી પંત હોસ્પિટલ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન બિહેવિયર એન્ડ એલાઈડ સાયન્સ, એઈમ્સ, હિન્દુ રાવ હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં ડોક્ટરો તપાસ કરીને દવા આપી હતી. ડૉક્ટરોએ કહ્યું કે તેણી તીવ્ર સ્કિઝોફ્રેનિયાથી પીડાતી હતી.