Arvind Kejriwal: કેજરીવાલ જેલમાં હાથે કરીને બિમાર પડવા ખાઈ રહ્યા છે મિઠાઈ અને કેરી,EDના દાવાથી ચકચાર
Delhi Liquor Policy Case: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી દરમિયાન, EDએ રાઉઝ એવન્યુ કોર્ટમાં દાવો કર્યો હતો કે તેમના ઘરેથી જાણીજોઈને મીઠો ખોરાક મોકલવામાં આવ્યો હતો.
Delhi Liquor Policy Case: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી દરમિયાન, EDએ રાઉઝ એવન્યુ કોર્ટમાં દાવો કર્યો હતો કે તેમના ઘરેથી જાણીજોઈને મીઠો ખોરાક મોકલવામાં આવ્યો હતો, જેથી તેમનું સુગર લેવલ વધે. ED તરફથી હાજર રહેલા એડવોકેટ જુહૈબ હુસૈને કોર્ટમાં કહ્યું કે અરવિંદ કેજરીવાલના ઘરેથી જાણીજોઈને આવો ખોરાક આવે છે, જેનાથી તેમનું સુગર લેવલ વધી જાય. વકીલે કહ્યું, "તેમને જાણીજોઈને ઘરેથી બટાકા, પુરી, કેરી, મીઠાઈઓ અને અન્ય મીઠી વસ્તુઓ આપવામાં આવી રહી છે જેથી કરીને તેમને તબીબી આધાર પર જામીન મળી શકે. અમે જેલ ઓથોરિટી પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
#WATCH | Delhi: After hearing on Delhi CM Arvind Kejriwal's bail application, ED's Special Counsel Zoheb Hossain says "Diet chart has been placed before the court. The diet chart had mangoes and sweets, we have placed this before the court. He was particularly consuming sweet… pic.twitter.com/gtLj7cjVDM
— ANI (@ANI) April 18, 2024
કેજરીવાલના વકીલે શું કહ્યું?
સીએમ અરવિંદ કેજરીવાલના વકીલ વિવેક જૈને EDના વકીલની દલીલોનો વિરોધ કર્યો અને કહ્યું કે આ નિવેદન મીડિયા માટે આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું, અરવિંદ કેજરીવાલની ફાસ્ટિંગ સુગર 243 હતી, જે ઘણી વધારે છે. તેમને માત્ર ડૉક્ટરોના નિર્દેશ મુજબ જ ભોજન આપવામાં આવી રહ્યું છે.
કોર્ટે ડાયટ ચાર્ટ માંગ્યો
કોર્ટે અરવિંદ કેજરીવાલના વકીલોને કહ્યું કે અમે જેલ પાસેથી રિપોર્ટ માંગીશું. કોર્ટે કહ્યું કે તમે અમને અરવિંદ કેજરીવાલનો ડાયટ ચાર્ટ આપો. EDએ કહ્યું કે તમે જેલના ડીજી પાસેથી રિપોર્ટ માંગી શકો છો. આ મામલામાં આગામી સુનાવણી 19 એપ્રિલે બપોરે 2 વાગ્યે થશે.
શું હતી અરજી?
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સુગર લેવલના નિયમિત પરીક્ષણની માંગ કરતી અરજી રાઉઝ એવન્યુ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. કેજરીવાલના વકીલે કહ્યું હતું કે તેમનું સુગર લેવલ સતત વધઘટ થઈ રહ્યું છે અને ધરપકડ પહેલા તેમને તપાસ કરી રહેલા ડૉક્ટર પાસેથી અઠવાડિયામાં ત્રણ દિવસ વર્ચ્યુઅલ કન્સલ્ટેશનની મંજૂરી આપવી જોઈએ. અરજીમાં કેજરીવાલના વકીલે કહ્યું કે EDની કસ્ટડી દરમિયાન કેજરીવાલનું બ્લડ શુગર લેવલ 46 પર આવી ગયું હતું.