Delhi MCD Election 2022: MCD ચૂંટણીની તારીખોની જાહેરાત, 4 ડિસેમ્બરે મતદાન, 7 તારીખે પરિણામ
દિલ્હી નગર નિગમ (Delhi Municipal Corporation) ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની તારીખ 4 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે.
Delhi MCD Election 2022: દિલ્હી નગર નિગમ (Delhi Municipal Corporation) ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની તારીખ 4 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. જ્યારે મતગણતરી 7 ડિસેમ્બરે થશે. ચૂંટણી પંચ દ્વારા આજે એટલે કે શુક્રવારે આ જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
નોંધનીય છે કે એકીકરણ બાદ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 250 વોર્ડ પર ચૂંટણી યોજાશે. અગાઉ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું હતું અને કુલ 272 વોર્ડ હતા. જો કે, નવા સીમાંકનમાં વોર્ડની સંખ્યા 272 થી ઘટાડીને 250 કરવામાં આવી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની તારીખ 4 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. જ્યારે મતગણતરી 7 ડિસેમ્બરે થશે.
શું કહ્યું દિલ્હીના ચૂંટણી કમિશનર વિજય દેવે
તારીખોની જાહેરાત કરતા, દિલ્હીના ચૂંટણી કમિશનર વિજય દેવે કહ્યું કે 250 વોર્ડમાં 2011ની વસ્તી ગણતરી મુજબ, 42 બેઠકો SC માટે અનામત રાખવામાં આવી છે, જ્યારે 21 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. મહિલાઓ માટે અલગથી 104 બેઠકો અનામત રાખવામાં આવી છે. કુલ 13665 મતદાન મથકો હશે. ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે.
વિજય દેવે કહ્યું કે ચૂંટણીના દિવસે 2 હજારથી વધુ સેક્ટર મેજિસ્ટ્રેટ તૈનાત કરવામાં આવશે. દરેક વિધાનસભામાં 68 સામાન્ય નિરીક્ષકો હશે. દરેક જગ્યાએ વીડિયોગ્રાફી થશે.
MCD ચૂંટણી શેડ્યૂલ
નોટીફિકેશન 7મી નવેમ્બર
નામાંકન માટે છેલ્લી તારીખ - 14 નવેમ્બર
નામ પરત લેવાની અંતિમ તારીખ - 19 નવેમ્બર
મતદાન - 4 ડિસેમ્બર
પરિણામ - 7 ડિસેમ્બર
અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે
બીજી તરફ, દિલ્હી રાજ્ય ચૂંટણી પંચે MCD ચૂંટણી માટે તેના હેઠળ આવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી દીધી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે જો કોઈ મજબૂરી હોય તો જ તેઓ રજા પર જઈ શકે છે, પરંતુ આ અંગે પંચ પાસેથી મંજૂરી લેવી પડશે. ચૂંટણી પંચે ચૂંટણીના સંબંધમાં 68 રિટર્નિંગ ઓફિસર અને 250 આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરની નિમણૂક કરી છે. આ ઉપરાંત આ અધિકારીઓ હેઠળ અને આયોગની કચેરીમાં પણ મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવે છે.