Delhi : કેજરીવાલ સરકારમાં સમાજ કલ્યાણ મંત્રીના વાયરલ વીડિયોથી ખળભળાટ, મંત્રીના રાજીનામાની માંગ
કેજરીવાલ સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમનો એક વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. વાયરલ વીડિયોમાં મંત્રી દેવી-દેવતાઓને નહીં માનવાના શપથ લેવડાવતા દેખાઈ રહ્યા છે.
નવી દિલ્લીઃ કેજરીવાલ સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમનો એક વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. વાયરલ વીડિયોમાં મંત્રી દેવી-દેવતાઓને નહીં માનવાના શપથ લેવડાવતા દેખાઈ રહ્યા છે. મોટા સમાચાર એ છે કે, કેજરીવાલ પોતાના મંત્રીથી નારાજ છે. મંત્રીના વાયરલ વીડિયોને લઈને હવે આમ આદમી પાર્ટી ભાજપના નિશાને છે. ભાજપે મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમને મંત્રી પદેથી હટાવવાની માંગ કરી છે.
In a viral video, AAP Minister Rajendra Pal Gautam was spotted participating at an event, where people took an oath, boycotting several Hindu Gods
— ANI (@ANI) October 7, 2022
(Picture source: Viral video) pic.twitter.com/rO8oVshGcG
કેજરીવાલનાં મત્રી રાજેન્દ્રપાલ ગૌતમ જે એક કાર્યક્રમની અંદર હાજરી આપી. કાર્યક્રમની અંદર શપત લેવડાવામાં આવે છે હું ભગવાન કૃષ્ણ માનીશ નહી. ભગવાન વિષ્ણુને માનીશ નહી. ભગવાન રામ , ભગવાન શંકરને પણ માનીશ નહીં. ભગવાન માનવાનો ઈનકાર કરવાનો શપથ લેવડાવમાં આવ્યા અને ધર્માંતરણ પણ કરવામાં આવ્યુ. જોકે, એબીપી અસ્મિતા આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.
Delhi | BJP is anti-national. I've faith in Buddhism, why does anyone have trouble with it? Let them complain. Constitution gives us the freedom to follow any religion. BJP is afraid of AAP. They can only lodge fake cases against us: Delhi Minister, AAP leader Rajendra Pal Gautam pic.twitter.com/3YXbSnZPzr
— ANI (@ANI) October 7, 2022
ભાજપના નેતા યજ્ઞેશ દવેએ આ મુદ્દે કહ્યું કે, તમારા મંત્રી એક તરફ હિન્દુ ધર્માંતરણ કરાવતા હોય અને ગુજરાત આવી તમે મંદિરે મંદિરે ફરો. તમારા ગુજરાતના પ્રમુખ સત્યનારાયણ ભગવાનને ગાળો આપી ચુક્યા છે. આજે મંદિરે મંદિરે ફરેલા ગોપાલ ઈટીલીયાને પણ મારે કહેવું છે. તમારા દિલ્લી સરકારના મંત્રી ધર્માંતરણને આજે ઉત્તેજન આપે છે. ગુજરાતની અંદર ખોટા હિન્દુ હોવાના નાટક કરી રહ્યા છો. ગુજરાતની જનતા સારી રીતે ઓળખે છે ભારતની જનતા સારી રીતે ઓળખે છે. તમે હિન્દુ ધર્મનું નિકંદન કરવા નિકળયા છો એ સ્પષ્ટ દેખાય છે.